________________
૧ )
ચતુર્વિશતિબન્ધ તેણે કહ્યું કે હે પંડિત! શોક ન કર, આ તે સંસારની સ્થિતિ છે. તેવારે જિનેશ્વરને વિષે ભક્તિશાળી એક રાજમંત્રીએ કહ્યું કે પેલા આચાર્ય નવા આવ્યા છે કે જેમણે બાળકનું આયુષ્ય માત્ર સાત દિવસનું કહ્યું હતું. એ મહાત્માની વાણી સાચી છે. કોઈએ ભદ્રબાહ દેખાડ્યા કે તેઓ આ રહ્યા. તે સમયે (વરાહ ) બ્રાહ્મણને એવું દુઃખ થયું કે તે ૫ તેણે જ જાણ્યું. (પછી) રાજા પણ ગયો, ભદ્રબાહુ પણ ગયા અને લોક પણ પિતપોતાને ઠેકાણે (વેરાઈ ) ગયા. રાજાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. અપમાન થવાથી વહે ભાગવતી દીક્ષા લીધી અને ઘણાં અજ્ઞાનકો વેઠીને જેન ધર્મ ઉપર દ્વેષભાવ રાખનાર દુષ્ટ વ્યંતર તરીકે તે ઉત્પન્ન થયો. મુનિઓ ઉપર હેલી હોવા છતાં તેમને ઉપર તેનું જોર ચાલ્યું નહિ; કેમકે મહામુનિઓની તપશ્ચર્યા વજીપંજરની પેઠે અને પ્રેરેલ વિધરૂપ બાણ વડે ભેદાય તેમ નથી. એથી (અર્થાત તે ફાવ્યો નહિ એટલે ) તે શ્રાવકોને ઉપદ્રવ કરવા લાગ્યો. તેણે ઘેરે ઘેર રગે ઊભા કર્યા. (આથી) દુઃખી શ્રાવકોએ ભદ્રબાહુને આદરપૂર્વક વિનતિ કરી કે હે ભગવન! આપ હોવા છતાં અમે રેગથી પીડાઈએ છીએ ૧૫ તે શું એ સાચું છે કે હાથીની ખાંધ ઉપર આરૂઢ થવા છતાં કુતરા કરડે છે ? ગુરુએ જવાબ આપ્યો કે બીશ નહિ. પેલો વરાહમિહિર પૂર્વ વેરને લીધે તમને પજવે છે. હું ઇન્દ્રના હાથથી પણ તમને બચાવીશ. ત્યાર બાદ પૂર્વોમાંથી ઉદ્ધાર કરીને તેમણે “ઉવસગ્ગહર પાસ” ઇત્યાદિ પાંચ ગાથાનું સ્તવન (સ્તોત્ર) ગુંચ્યું. જોકે તેનો પાઠ કર્યો. ૨૦ (એથી) તરત જ લેશે મટી ગયા. કષ્ટના નિવારણના અભિલાષીએ આજે પણ એને પાઠ કરે છે. એ સ્તવન) અચિન્ય ચિન્તામણિ જેવું છે. શ્રીભદ્રબાહુની વિદ્યા ઉપર જીવનાર ચૌદપૂર્વધર સ્થૂલભદ્ર પરમતને ચૂર્ણ કરતા હવા. इति श्रीभद्रबाहुवराहप्रबन्धः ॥ १॥
૨૫
૧ વજૂનું બનાવેલું પાંજરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org