________________
જવા ]
ચતુર્વિશતિપ્રબળે ઉત્પન્ન થયે છે તે પણ જેમ તેમ પૂર્ણ થશે. આચાર્યનાં આ પ્રમાણેનાં વચનથી પ્રસન્ન ચિત્તવાળી બની તે પિતાને ઘેર આવી અને વિચારવા લાગી કે ચાર સમુદ્રરૂપ દોરડાથી પરિબદ્ધ ભૂમિ ઉપર ભમતાં અમે એવો કે નિર્મળ ગુણવાળા વિશિષ્ટ મનુષ્ય જે નથી કે જેની આગળ, હૃદયમાં ઘણું વખતથી એકત્રિત થયેલ દુઃખસુખનું વર્ણન કરીને અમને એક કે અડધી ક્ષણ કે નિઃશ્વાસ નાખવા જેટલો સમય વિશ્રામ મળે. આ ગુરુ (ખરેખર ) તેવા છે.
પદ્મયશાએ પણ ચિત્ર (માસ)ની પૂનમે ઉપવાસ કર્યો અને પુંડરીક તપ (પૂર્ણ) કરાતાં ઉદ્યાપનને આરંભ કર્યો. તે દિવસે યતિઓને પાયથી પરિપૂર્ણ દાન કરાય છે અને સમાનધમએનું વાત્સલ્ય કરાય ૧૦ છે. તેણે આ બધું કર્યું, પરંતુ વહુ સાથે વેરભાવ હોવાથી તેને તે કુલત્ય વગેરે નઠારું અન્ન (ખાવા) આપ્યું. વહુ તે થાળીમાં ઉદ્દત કરેલ (ઢાંકી રાખેલ) પાયસ છાનામાના લઈ, લુગડે બાંધી અને ઘડામાં મૂકીને જળ (ભરવા) માટે જલાશયે ગઈ. ઝાડના મૂળમાં ઘડે મૂકીને જેવી તે હાથ પગ ધોવા માટે ગઈ તેવામાં અલિંજર નામનો જે નાગ પાતા- ૧૫ લમાં વસતે હવે તેની પત્નીને ક્ષીરાજને દેહદ થયો હતો તે પૃથ્વી ઉપર આવીને ક્ષીરાજ શોધવા લાગી અને ત્યાં ઝાડના મૂળમાં ઘડામાં ક્ષીરાજ દેખી તેણે તેનું ભોજન કર્યું. અને જે રસ્તે થઈને (તે) નાગપત્ની આવી હતી તે જ રસ્તે થઈને તે (ચાલી) ગઈ. વૈરેટા પગ ધોઈને બહાર આવી ત્યારે ક્ષીરા તેના જેવામાં ન આવ્યું. તે પણ તે ગુસ્સે ન ૨૦ થઈ કે તેણે વિરૂપ વચન ન ઉચ્ચાર્યું, કિન્તુ એમ કહ્યું કે જેણે આ ભોજન કર્યું હોય તેને મરથ પૂર્ણ થાઓ. આ પ્રમાણે આશીર્વાદ દીધો.
આ તરફ ઝાડમાં સંતાઈ રહેલી અલિંજરની પત્નીએ તેને આશીર્વાદ સાંભળે અને પોતાને સ્થાને આવી તેણે પિતાના પતિને તે નિવેદન કર્યો. વિરેટયા (પણ) પિતાને ઘેર આવી. ત્યાર બાદ ૨૫ રાત્રે નાગપત્નીએ વૈરેટયાની પાડોશણને સ્વપ્નમાં કહ્યું કે હું કલ્યાણિની ! હું અલિંજર નાગની પ્રિયા છું, વૈરેટા મારી પુત્રી છે, તેને પાયસનો દેહદ થયે છે, તે તારે પૂર્ણ કરે; વળી તેની આગળ કહેજે કે તારે પિયર નથી, પરંતુ હું પિતા (પિયર)ની જેમ તારા ઉપર ઉપકાર કરીશ અને સાસુના પરાભવરૂપ અગ્નિના તાપને શાંત ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org