________________
ચતુર્વિશતિપ્રબન્ધ જીવન પર્યત એકાંતરે ઉપવાસ કરવાને પણ) તેમણે નિયમ લીધે . તે રાણા યશભદ્ર ગીતાર્થ થતાં તેમને સૂરિપદ મળ્યું. શ્રીયશોભદ્રસૂરિ એવું તેમનું નામ (રાખવામાં આવ્યું છે. તેમની પાટે પ્રદ્યુમ્નસૂરિ ગ્રંથકાર થયા. તેમની પાટે શ્રીગુણસેનસૂરિ થયા. શ્રીયશોભદ્રસૂરિ ત્રણ ઉપવાસ કરી “રેવત” (ગિરિ) ઉપર નેમિનાથની દૃષ્ટિ સમક્ષ અનશન કરી સ્વર્ગ સંચર્યા. ગુણસેનસૂરિની પાટે શ્રીદેવચન્દ્રસૂરિ થયા કે જેમણે ઠાણુગની વૃત્તિ, શાન્તિનાથચરિત્ર વગેરે મહાશાસ્ત્ર રચી પ્રજ્ઞાના પ્રકર્ષને ચરિતાર્થ કર્યો. તેઓ વિહાર કરતા કરતા “ગૂર્જર ભૂમિ અને “સુરાષ્ટ્ર'ના સંધિ ઉપર આવેલા “ધંધુકા નગરમાં ગયા. ત્યાં (તેમણે દેશના વિસ્તારી.
એક દહાડો (સભામાં) નેમિનાગ નામના શ્રાવકે ઊભા થઈને શ્રીદેવચન્દ્રસૂરિને કહ્યું કે હે પ્રભુ! આ “મોઢ” જ્ઞાતિને, મારી બેન પાહિણીની કુખે જન્મેલ અને ઠકુર ચાચિગનો પુત્ર નામે ચાંગદેવ (આપ) પ્રભુની દેશના સાંભળીને પ્રબોધ પામી દીક્ષા માટે યાચના કરે છે. એ ગર્ભમાં હતો ત્યારે મારી બેને સ્વમમાં આંબાનું ઝાડ જોયું, એ અન્ય સ્થળમાં રોપાયું અને ત્યાં ફળોની મોટી વૃદ્ધિને પામ્યુ-એને ૧૫ બહુ ફળ આવ્યાં. ગુરુએ કહ્યું કે અન્ય સ્થળમાં જતાં આ બાળકનો મહિમા વધશે. આ મહાપાત્ર છે, યોગ્ય છે, સુંદર લક્ષણવાળો છે અને દીક્ષા માટે લાયક છે; માત્ર એનાં માતાપિતાની રજા લેવી જોઈએ. (એ ઉપરથી) મામા ભાણેજ પાહિણુ અને ચાચિગ પાસે ગયા. તેમણે જઈને) વ્રતવાસના કહી (બતાવી). તેમણે સેંકડો કરણ વચને વડે ર૦ એને નિષેધ કર્યો. (કિન્ત) ચાંગદેવે તે દીક્ષા લીધી. એઓ (જ) હેમસૂરિ પ્રભુ. તેમણે જેમ સિદ્ધરાજને રાજી કર્યો. (સિદ્ધહેમ), વ્યાકરણ રચ્યું અને વાદીઓને જીયા તેમ કુમારપાલ આશ્રીને પણ કર્યું કુમારપાલ પણ પચાસ વર્ષ જેટલી ઉમરે ગાદીએ બેઠે અને શ્રીહેમસૂરિને ગુરુ તરીકે માનવા લાગ્યો. તેમણે પ્રતિપક્ષરૂપે દેવાધિને પરાજય કર્યો, રાજાને સમ્યકત્વ પમાડયું અને શ્રાવક કર્યો. તેણે નિર્વીરાધન મૂક્યું. એ (બધે વૃત્તાન્ત) પ્રબન્ધચન્તામણિથી જાણી લે. ચાવેલું ચાવવાથી શું? (આથી) કેટલાક નવીન પ્રબન્ધો પ્રકાશમાં લેવાય છે
કુમારપાલે અમારિનો પ્રારંભ કર્યો તેવામાં આસો (માસ)નું પખવાડિયું આવ્યું. કશ્વરી વગેરે દેવતાઓના અબાટિકાએ રાજાને વિનંતિ કરી કે ૩૦ હે દેવ ! સાતમને દિવસે સાત પશઓ અને સાત મહિષ, આઠમને
૧ પાડાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org