________________
૫
૧૫
( ૧૦ ) શ્રીહેમચન્દ્રસૂરિને પ્રબન્ધ પૂર્ણતલમ્ ગચ્છના વિદ્વાન શ્રીદત્તસૂરિ ‘વાગડ દેશમાંના ‘વટપદ્ર' નગરમાં ગયા. ત્યાંને સ્વામી યશોભદ્ર નામને રાણે લક્ષ્મીવાન હતો. એના મહેલની પાસેના ઉપાશ્રયમાં) શ્રાવકોએ તેમને) ઉતારો આપ્યો. રાત્રે ચાંદરણી ખીલી હતી ત્યારે રાણાએ મુનિઓને ઉપાશ્રયમાં બેઠેલા જોયા. (આથી) (પિતાનો) પ્રધાન જે શ્રાવક હતો તેને (રાણાએ) પૂછ્યું કે આ કોણ છે ? પ્રધાને કહ્યું કે હે દેવ ! વિષમ વ્રત ધારણું કરનારા આ મેટા મુનિઓ છે. રાણને શ્રદ્ધા (ઉત્પન્ન) થઈ. (એથી) સવારે તે તેમને) વંદન કરવા ગયે. (ત્યાં) દેશના (સાંભળવામાં આવી). (એથી) શ્રાવકપણું રૂડી રીતે (તેને) પ્રાપ્ત થયું. એક માસકલ્પ રહી ગુરુ પરદેશ ગયા. તેવામાં વર્ષાકાલ (આવી પહોંચ્યો). રાણો દેવપૂજા વગેરે ધર્મ-વ્યાપારો વડે ઉત્તમ દિવસે પસાર કરે છે. (એવામાં) શરદ્દ (ઋતુ) આવી. રાણે પશુક્ષેત્રો જોવા ગયો તે નેકરે બુઢાઓ (બાંટવા ?) બાળતા હતા. તેમાં ગર્ભના ભારથી મંદ બનેલી એવી એક સર્પિણીને જવાળાઓ વડે દાઝેલી અને એથી તડફડતી તેમજ સિમસિમાયમાન () થતી રાણાએ જઈ. (આથી) તેને દયા ઉપજી (અને) એ વિરાગી બને. હા, હા, સંસાર; ગૃહવાસને ધિક્કાર છે. કેની ખાતર આ પાપ કરાય છે? રાજ્ય પણ દુઃખે પાળી શકાય તેવું, કપટને જાળ જેવું અને નરકરૂપ ફળવાળું છે, તેથી સમસ્ત સંગને ત્યાગ કરવો જોઈએ. એમ વિચારી તે મહેલે આવ્યું. રાતના શ્રાવક પ્રધાનને બેલાવી તેણે ખાનગીમાં (તેને) પૂછયું કે મારા ધર્મગુરુ શ્રી દત્તસૂરિ ક્યાં વિહરે છે? મત્રીએ કહ્યું કે “હિંદુઆણક”માં. મસ્ત્રી તેમજ બાકીના પરિવારને રજા આપી પરિમિત અશ્વપરિવાર તરસાલા) સમેત એક ઉત્તમ હાર સાથે લઈને રાણે જલદી ‘હિંદુઆણક પહોંચ્યો. ગુરુના દર્શન કરી તેણે તેમને) વંદન કર્યું. સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી તેણે રુદન કર્યું. પગે લાગીને તેણે (તેમને) પોતાનું પાપ કહ્યું. ગુરુએ કહ્યું કે હે રાણું ! ચારિત્ર વિના જીવો પાપથી છૂટતા નથી. રાણો બોલ્યો કે તે તે (ચારિત્ર) મને જલદી આપે. સૂરિએ હા પાડી. રાણાએ “ડિડુઆણક ના શ્રાવકને બોલાવ્યા અને દિવ્ય મંદિર બનાવજો એવા હેતુથી (પેલો) હાર તેમને આપે. તેમણે તેમ કર્યું. આજે પણ એ (મંદિર) ત્યાં નજરે પડે છે. રાણાએ વ્રત ગ્રહણ કર્યું. નન્દીમાં જ છ વિકૃતિને તેમજ વળી
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org