________________
શ્રીરાજશેખરસૂરિત [૨૦ થીમવરરિદિવસે આઠસો પશુઓ અને આઠ મહિષો અને તેમને દિવસે નવસે પશુઓ ને નવ મહિષ, એટલું રાજાએ આપવું કેમકે પૂર્વ પુરુષને (આ) કમ છે. રાજા તે સાંભળી શ્રીહેમ(સૂરિ)ની પાસે ગયો (અને) તેણે એ વાત કહી. શ્રીપ્રભુએ કાનમાં આમ આમ (કરજે એમ) કહ્યું. રાજા ઊડ્યો. તેણે (પેલા અબેટિકાને) કહ્યું કે ઠીક છે, આપીશું. એમ કહીને તેણે બહિક (2) ક્રમે રાત્રે દેવીના મંદિરમાં પશુઓ પૂરાવ્યા અને તાળાં મરાવ્યાં. ત્યાં (ચકી કરવા) ઘણું આપ્ત રાજપુતોને તેણે બેસાડવા, સવારે નરેશ્વર આવ્યો. તેણે દેવીના મંદિરનાં દ્વાર ઉઘડાવ્યાં તે મધ્યમાં પશુઓને વાગોળતા અને નિર્વાત શય્યા ઉપર સ્વસ્થ જોયા. રાજાએ કહ્યું કે હે અબોટિકે ! મેં આ પશુઓ આ (દેવતાઓ)ને આપ્યા. જે એમને ઈચ્છા હોય તે તેઓ તેમને ગ્રાસ કરે, પરંતુ તેમણે તેમ કર્યું નહિ. એથી (એમ જણાય છે કે એમને આ માંસની રુચિ નથી; એ તે તમને જ ભાવે છે. વાસ્તે મૂગા રહે. હું જીવોને
ઘાત કરાવનાર નથી. (આથી) તેઓ વિલખા પડી ગયા. બકરાઓને ૧૫ છોડી મૂકવામાં આવ્યા. બકરાની કીંમત જેટલા ધન વડે દેવોને નૈવેદ્ય
અપાયાં. ત્યાર પછી આસો સુદ દશમે ઉપવાસ કરી રાજા રાત્રે ચન્દ્રશાળામાં બેસી જાપ જપવા લાગ્યો. બહાર દ્વારપાળે હતા. રાત્રિ ઘણી ગઈ. (તેવામાં એક દિવ્ય સ્ત્રી પ્રત્યક્ષ થઈ. તેણે કહ્યું કે હે રાજન! હું
તારી કુળદેવી કહેધરી છું. આ વર્ષે તે મને જે આપવું જોઈતું હતું તે ૨૦ કેમ આપ્યું નથી ? રાજાએ કહ્યું કે હું જેન છું, દયાળુ છું. હું કીડીને
પણ મારતો નથી તે પંચેન્દ્રિયોની (તો) વાત (જ) શી? તે સાંભળીને કટેશ્વરી ગુસ્સે થઈ. રાજેશ્વરને માથામાં ત્રિશળ મારીને તે ચાલી) ગઈ. (આથી) રાજા કેઢીઓ થઈ ગયો. પિતાના દેહને બગડી ગયેલે તેણે જોયે. (આથી) તેને ખે થયો. ચાકર દ્વારા મંત્રી ઉદયનને બોલાવી તે સ્વરૂપ કહીને તેણે (તેને) પૂછ્યું કે હે પ્રધાન! દેવી પશુઓ માગે છે તે આપવા કે નહિ ? મંત્રીએ દાક્ષિણ્યથી કહ્યું કે હે નૃપ ! રાજાનું યત્નપૂર્વક રક્ષણ કરવું જ જોઈએ. રાજાએ કહ્યું કે તું સાવ વિનાને વાણીઓ છે કે જેથી તું આમ બેલે છે. મારે જીવીને શું કામ છે?
રાજ્ય કરાયું. ધર્મ મેળવાયો. શત્રુઓ નાશ પામ્યા. કેવળ એકાંતમાં . (મને) કાષ્ઠ લાવી આપ કે જેથી સવારે મને આ જોઈને લોક * ધર્મની મશ્કરી ન કરે. ઉદયને વિચાર્યું કે અહીં મહાસંકટ આવી પડ્યું
છે. પરવશતામૂળ નિગને ધિક્કાર છે. મંત્રીએ તરત બુદ્ધિથી કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org