________________
પ્રાણ]
ચતુવિંશતિપ્રબન્ધ કે શ્રીહરિને ખબર આપવી જોઈએ. રાજાએ કહ્યું કે તેમ છે. મંત્રી સૂરિ પાસે ગયે. સૂરિએ પાણી મંત્રીને આપ્યું (અને કહ્યું કે) આ વડે રાજાને છાંટજે. પ્રધાને રાજા પરત્વે તેમ કર્યું. (આથી) રાજા દિગંદક' દેવની પેઠે દિવ્ય રૂપવાળો બન્યો અને અધિક ભક્ત બની શ્રીગુરુને વંદન કરવા ગયે. ગુરુએ દેશના આપી કે પગલે પગલે શરે ૫ હજારો (પડેલા) છે, વિદ્વાન અનેક છે, કુબેરને પરાસ્ત કરનારા એવા ધનિકે પણ આ પૃથ્વી ઉપર પુષ્કળ છે, પરંતુ અન્ય માનવને દુઃખથી પીડાતે સાંભળીને કે જેને જેમનું મન તહરૂપતાને પામે તેની સાથે તન્મય બની જાય તેવા સજજનો જગતમાં (ભાગ્યે જ) પાંચ છ હશે. રાજા પિતાને મહેલે ગયે. તે સમૃદ્ધ રાય ભેગવવા લાગ્યો.
એક દહાડો પ્રભુએ ભરત ચક્રવતીની સાધમિકવાત્સલ્યની કથા કહી. તે સાંભળીને રાજાએ દિવ્ય ભજન, વસ્ત્ર અને સુવર્ણનાં દાન વડે ગામે ગામ અને શહેરે શહેર સાધાર્મિક વાત્સલ્યની શરૂઆત કરી. તે જોઈને કવિ શ્રીપાલને પુત્ર સિદ્ધપાલ સુભાષિત બોલ્યો કે સમુદ્ર મણિઓના સમૂહને તળિયે નાંખીને, “રેહણ'(ગિરિ ) રત્નના ઢગલાને ધૂળ વડે ૧૫ ઢાંકીને, “સુવર્ણગિરિ' સેનાને પોતાને વિષે મજબૂત બાંધી રાખીને અને કુબેર બીજાથી બીને પૃથ્વીમાં ધન દાટીને રહ્યા છે. સર્વે યાચકને પિતાનું ધન આપનારા એવા આપ તે કંજુસે સમાન કેમ કહેવાય ? અહીં (રાજાએ એને) લાખ દ્રમ્મ અપાવ્યા. વળી તે કદાચિત ખેલ્યો કે ભગવાન શ્રી વીર પરમેશ્વર જાતે ધર્મ કહેતા હતા અને ૨૦ અભય મંત્રી બુદ્ધિશાળી હતો ત્યારે પણ જે જીવની રક્ષા શ્રેણિક કરવાને સમર્થ ન થયે તે જીવરક્ષા કુમારપાલ રાજાએ જેનાં વચનામૃતને પ્રાપ્ત કરીને વિના કોણે કરી તે શ્રીહેમચન્દ્ર પરમ ગુરુ છે. અહીં પણ લાખ (દ્રગ્સ) અપાયા. એક વેળા કથાપ્રસંગે પ્રભુએ કહ્યું કે પૂર્વે શ્રીભરત રાજા “શ્રીમાલપુરમાં, ‘નગરપુરમાં, “શત્રુંજયમાં, સોપારકમાં, ૨૫ અને અષ્ટાપદ માં જીવંતસ્વામી શ્રીષભની પ્રતિમાને વંદન કરવા માટે ચતુરંગ સેનાચઠ વડે ઉછળતી ધૂળના સમૂહ વડે દિશાના ચક્રવાલને મલિન કરતે સંધપતિ થઈને ચાલ્યો અને તેણે તેને વંદન કર્યું. તે સાંભળીને, પતે તૈયાર કરાવેલા રથમાં જિનબિંબ પધરાવીને શ્રી ચાલુક્ય સૈન્ય સહિત “શત્રુજ્ય',
ઉજયંત' વગેરેની યાત્રા માટે ચાલી નીકળ્યો. સંઘમાં ઉદયનને પુત્ર વાગભટ કે જેણે ચોવીસ મેટા પ્રાસાદો કરાવ્યા હતા તે, પનાગ નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org