________________
પ્રવધ ]
ચતુર્વિ’શતિપ્રબન્ધ
વ્યાધરાજ કાણુ છે અને તેને શા માટે બાલાવ્યા છે? ત્યાર બાદ રાજા વડે ખાલાવાયેલા તે આવ્યા અને રાજાને તેણે વંદન કર્યું એટલે તેણે (તેને) કહ્યું કે જો વિજન છે એટલે કહું છું. તું અમારા કુળના ક્રમ મુજબ આવેલા સેવક છે. ( માટે ) જલદી જા અને ‘ ગૂર્જર ’ (દેશ)ના માલિકને ઘાતક બની તેને મારી નાંખ. હું (એ બદલ ) તને ત્રણ લાખ સુવર્ણ આપીશ. ત્યાર બાદ વ્યાધરાજ નામવાળા તેણે કહ્યું કે હે દેવ ! હું તે રાજાને હણીશ જ; હે નાથ ! શંકા રાખશે નહિ. પછી તેનું વચન સાંભળીને સંતુષ્ટ થયેલ ‘ શાકંભરી ‘ના સ્વામીએ તરત જ ત્રણ લાખ સુવર્ણ-દરક તેને ઘેર મેાકલાવી દીધા અને વ્યાધ્રરાજને પૂછ્યું કે ત્યારે શા ઉપાયે તું એને હરશે ? વ્યાધરાજે કહ્યું કે હે નાથ ! આજે રવિવાર છે. આવતે સામવારે કાઇક અવસર મેળવીને હું તેને મારી નાંખીશ. ઉપાય તે હું ભરડારૂપે કરીશ. રાજા તેા ‘ કર્ણમેરુ ' પ્રસાદમાં સામવારે જરૂર આવે છે. દેવને નમીને પાછા ફરતા એવા એને, બહારના આંગણામાં શેષ લેવાને બહાને પુષ્પષ્કલં(દં ?)બેંક ઉપાડી ત્યાં રાખી મૂકેલ કકમય કર્તિકા વડે હું મારી નાખીશ, જેમણે સાહસ અંગીકાર કર્યું છે તેમને કશું કાર્ય મુશ્કેલ નથી. ( કદાપિ ) જો હું માર્યાં જાઉં તા મારા માણસા ઉપર કૃપા કરવી; અને જો હું બચ્યા તે જયજયકાર છે. આ પ્રમાણે વ્યાધરાજે કહ્યું એટલે આનાકે (એને) ખીરું આપ્યું ( અને ) રજા આપી. એ બધું થાંભલા પાછળ રહીને સાવધાનપણે મેં સાંભળ્યું. રાજા અંતઃપુરમાં ગયા એટલે હું તમારાં ચરણની સેવા માટે આવી; તેથી મારે વિષે ક્રોધથી કલુષિત મન ન કરશે! – મારા ઉપર નાહક ગુસ્સે ન થશેા. આ પ્રમાણેનું દાસીનું વચન સાંભળીને ચાલુચના ( પેલા ) નિયેાગીએ વિચાર કર્યું કે શત્રુના ધરનું મર્મ મળ્યું. હવે કાર્ય કરવા હું પ્રયાસ કરીશ. એમ વિચારી તેણે દાસીને કહ્યું કે જા, જા, રૃ ખેલનારી ! સ્ત્રીના વચન ઉપર શે। વિશ્વાસ ? શાસ્ત્રોમાં જે સાંભળ્યું નહાય અને લાકમાં જોયું ન હોય તેની કામિનીએ કલ્પનાઓ કરે છે, તે વિષે ખેલે છે અને તેનું સ્થાપન (પણ) કરે છે. એમ કહીને તેણે તેને વિસર્જન કરી. પોતે તેા ચતુર હોઇ તેણે ચાર યાલિકાને ચાલુક્ય પાસે માકલ્યા અને વિજ્ઞપ્તિપૂર્વક કહેવડાવ્યું કે સાવધાન રહેજો. (આપ ) પૂજ્ય સ્વામી ઉપર શત્રુએ આમ આમ કપટ રચ્યું છે; ભરટકથી ચેતતા રહેજો. ચાલુથ સાવધ રહ્યો, સામવારે રાજા ‘ કર્ણમેરુ ' ગયા. પૂર્વે કહેલી ચેષ્ટા અનુસાર ભરડે। પ્રકટ થયા. તે
૨૫
>
Jain Education International
For Private & Personal Use Only
૧
૧૦
૧૫
૨૦
३०
www.jainelibrary.org