________________
૧૫
શ્રી રાજશેખરસૂરિકૃત [૨૦ મિરઝલ્સftનજરે પડતાં જ રાજાએ તેને મલ્લે પાસે પકડાવ્યું અને કતિકા મેળવી લીધી. તેણે વ્યાઘરાજને બાંધી લીધું અને કહ્યું કે હે વરાક! જગડકે તને મોકલ્યો છે. તું (તે) સેવક છે. સેવકને હિત અહિતને વિચાર
હેતું નથી. તું સ્વામીની ઈચ્છાને વશ છે, (માટે) બીક રાખીશ ૫ નહિ; તને છોડી મૂકવામાં આવે છે. જે દુર્દરૂઢ બની આ પ્રમાણે દ્રોહ
કરે છે તેને જ હું મારી નાંખીશ. એમ કહીને વસ્ત્ર પહેરાવી તેણે એને વિદાય કર્યો. પિતે તે મહેલે જઈ યુદ્ધની સામગ્રીની રચના કરી. વિધિ પ્રમાણે પાણિની રક્ષા કરી તે ચાલી નીકળ્યો. તેણે “સપાદલક્ષમાં
પ્રવેશ કર્યો. તેણે ભાટ દ્વારા આનાક રાજાને કહેવડાવ્યું કે હે દેડકા ! ગર્વ ૧૦ એ કર. કૂવાની બખલ તારું શરણ કરવા લાયક સ્થાન છે. તે વાચાલ !
તું કડવું કેમ બોલે છે ? ભયંકર ઝેરના કૂકારથી યુક્ત મુખવાળો અને અભિમાની એવો સાપ જીભ લબક લબક કરતો તને ગળી જવાને દેડતો આવે છે. આનાક પણ શત્રુના દૂતનું ઉદ્દામ અને શરીર્યથી પૂર્ણ વચન સાંભળીને ત્રણ લાખ ઘોડા, દશ લાખ પુરુષ (પાયદળ) અને પચાસ મદાંધ ગંધગજ સાથે ચાલ્યો. “શાકંભરી થી પાંચ કોશ આગળ તે આવ્યા. બંને રાજેન્દ્રોએ નક્કી કર્યું કે ત્રણ દિવસમાં યુદ્ધ કરવું. રાજપુત્રો પરસ્પર અક્ષ રમવા લાગ્યા (તેમજ ) મલ્લ, સુભટ, છુરીકાર, બકરા, બળદ, પાડા અને હાથીઓને લડાવવા લાગ્યા. તેમણે
નાળીએર ફોડવા માંડ્યાં. એટલે અવકાશ મળ્યો તેવામાં “સપાદલક્ષના ૨૦ રાજાએ રાત્રે દ્રવ્યના બળથી “નલીય ', “ કલ્હણ” વગેરે રાજકીય
જે ચેલક્યના ભક્ત હતા તેમને ભેદી પિતાના પક્ષના બનાવ્યા. સર્વેએ એક (જ) મંત્રણ કરી કે યુદ્ધ માટે તૈયાર થયું, પણ લડવું નહિ, રાજા ચાલુક્યને એકલે મૂકી દેવો. (ભલે પછી) એને શત્રુ મારી નાંખે. પૈસા એ ત્રિભુવનને ફેરવી નાંખે છે. રંકથી માંડીને ઇન્દ્ર પર્યત ત્રિભુવન જેના નાટ્યનાં પાત્રો છે એવો એકલે લેભ જ રંગાચાર્યોને વિષે મુખ્યતા ધારણ કરે છે. તેમની આ મંત્રણ હજી સુધી ચાલુક્ય જાણતો હતો નહિ. એથી સવારે રાજા કુમારપાલે કલહપચાનન (નામના) પટ્ટહસ્તીને માવધ શ્યામલ પાસે આગળ ધકેલા. પાસે ઊભેલાઓ તે દુષ્ટ છે એવો (તેમની) ચેષ્ટા ઉપરથી તેણે નિર્ણય કર્યો. શ્યામલને રાજાએ કહ્યું કે શા માટે આ (કે) ઉદાસીન જેવા દેખાય છે? શ્યામલે જણાવ્યું કે હે દેવ ! શત્રુએ કરેલા દ્રવ્યના દાનથી એઓ તમારા તરફ દેહી બન્યા છે. રાજાએ કહ્યું કે તારી શી ચેષ્ટા છે ?-તું શું કરશે ?
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org