________________
૧૦.
શ્રીરાજશેખરસુરિકૃત [૨૮ શ્રીમરિકિરણથી ચૈત્યગર્ભ વ્યાપ્ત બન્યું. (પછી) સંઘ (પાછો) વળે અને
પત્તન” પહેઓ. સંઘને ભોજન અને પ્રતિલાભના પ્રવર્તી. અમારિ તે નિત્ય જ પ્રવર્તી.
એ કુમારપાલ દેવની બેનના લગ્ન “શાકંભરી'ના માલીક અને ૫ “ચાહમાન” વશી રાજા આનાક સાથે થયા હતા. એક દિવસ
તે બંને સોગઠાં વડે રમતાં હતાં. રમતાં રમતાં રાજાએ સોગઠાને ઘરમાં મૂકતાં કહ્યું કે મુંડિક (મુંડકા)ને માર, ફરીથી મુંડિકને માર, એમ બે ત્રણ વાર (તેણે કહ્યું). ટોપી વગરનું મસ્તક હોવાથી “મુંડિક'થી ગૂર્જર” લેકે વિવક્ષિત છે અથવા ગૂર્જરેન્દ્રના ગુરુ શ્વેતાંબર મુંડિક છે એવા ઉપહાસથી પૂર્ણ (તેનું ) વચન હતું. (આથી) રાણી ગુસ્સે થઈને બોલી કે હે જંગડક! જીભ સંભાળીને બેલાતું નથી કે? તમે બોલે છે ? મને દેખતા નથી? મારા ભાઈ રાજરાક્ષસને ઓળખતા નથી? કુપિત થયેલા રાજાએ તેને લાત મારી. તેણે પણ કહ્યું કે જે હું તારી જીભ
ફૂપમાર્ગે ખેંચાવું તે તું મને રાજપુત્રી માનજે. એમ કહીને તરત જ ૧૫ સૈન્ય સાથે વિના વિલંબે “શ્રીપત્તન” આવી તેણે ચાલુક્યને એ
પરિભવ અને એ પોતાની પ્રતિજ્ઞા જણાવી. ચૌલુક્ય બોલ્યો કે હું એમ જ કરીશ; તું કૌતુક (રમુજી જજે. ત્યાર પછી રાણ ( આ પ્રમાણે) જતી રહી એટલે આનાક ગૂર્જર' રાજાનું તેજ દુર્ધર જાણ હોઈ લેભ પામ્યો. ચાલુક્ય પણ ઘણું આપ્તના પરિવાર સાથે (પિતાના ) એક પ્રધાનને ત્યાંનો વૃત્તાન્ત જાણવા માટે મોકલ્યો. તે ત્યાં ગયો અને તેણે (એક) ઘર રાખ્યું. રાજા પાસેની એક દાસીને ધન વડે રાજી કરીને તેણે તેને પોતાનું ભોગપાત્ર બનાવી. પહોર માત્ર રાત્રિ વ્યતીત થતાં તે રોજ તેની પાસે આવે અને એને રંજન
કરે. એક દિવસ તે (ક) મધ્ય રાત્રિએ આવી. (આથી) મંત્રી ગુસ્સે થયે ૨૫ અને બેલ્યો કે અરે પાપિણી ! પરપુરુષસેવિની ! કેમ તું મોડી આવી
છે? તેણે પણ વિનયપૂર્વ મંત્રીને કહ્યું કે હે નાથ ! ગુસ્સે ન થાઓ. હું સકારણે રહી હતી. મંત્રીએ કહ્યું કે શું કારણ તેણે કહ્યું કે હે પ્રભુ ! હું અને રાજાની તાંબૂલ (આપનારી) દાસી છું. આજે
રાત્રિને એક પહેર વીત્યા બાદ સર્વ પરિવારને રજા આપવામાં આવી. ૩૦ મને પણ રજા મળી. એમ રજા આપતાં તેણે એક આપ્ત નરને કહ્યું કે વ્યાધ્રરાજને બેલાવ. હું એ કૌતુકથી થાંભલા પાછળ સંતાઈ રહી કે
૧ અ રાજાએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org