________________
ચતુર્વિશતિપ્રબન્ય
૨૧૭
તારીફ કરી. તેણે તે હાથને પિતાના મહેલના અગ્ર ભાગ ઉપર બાંધ્યો અને પોતાના માણસને અત્યંત આત પુરુષને ઘેર મૂક્યા. (પછી) તેણે પિતાના પરિગ્રહને કહ્યું કે જેને જીવનની આશા ( ઇચછા) હેય તે પિતાને ઘેર જાય, અને લાંબા કાળ જીવે; (કેમકે) અમે પરાક્રમી સાથે વેર ઉપાર્જન કર્યું છે. મરણ હાથમાં રહેલું છે. જીવનને વિષે સંદેહ છે. તે સર્વેએ કહ્યું કે દેવની સાથે મરણ અને જીવન છે. આ અમે રહ્યા. એ માટે નિશ્ચય જાણો. ત્યાર પછી દરવાજા બંધ કરીને માણસે વડે પોતાની જાતને આત કરી તે પિતે તૈયાર થઈ પિતાના મહેલ ઉપર ભા, બખ્તર અને ધનુષ્ય લઈ ઉભે રહ્યો. ત્યાર બાદ સિંહને પણ બાંધવ વગેરે માટે પરિવાર મળ્યો. તે સર્વેએ કહ્યું કે જઈને શ્રીવાસ્તુ.
- ૧૦ પાલને પુત્ર, પશુ અને બાંધવ સહિત અમે હણીશું. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરવામાં આવી. “જેઆક'નું લશ્કર ચાલ્યું. જેવું તે કલકલ કરતું રાજમંદિર આગળ આવ્યું ત્યારે એક મોટી વયના માણસે કહ્યું કે આ વૃત્તાંત રાજાને જણવાય તે સારું. આપણે એકાએક કાર્ય કરીએ તેથી તે (પછી) ગુસ્સે ન થાય. તે ઉપરથી તેમણે તે રાજાને જણાવ્યું. ૧૫
(એ) વાત જાણી વિચારીને રાજાએ કહ્યું કે કેઈ અપરાધીને વસ્તુપાલ જરા પણ પીડા કરતું નથી, (વાસ્તે) તમે અન્યાય કર્યો હશે. તેમણે કહ્યું કે મંત્રીના ગુરુને પીડા કરવામાં આવી છે. (રાજાએ કહ્યું કે, જો આમ કરાયું છે તે હવે અહીં જ છે. અમે પિતે જે યોગ્ય હશે તે કરીશું. ત્યાર બાદ તેણે સોમેશ્વરદેવને પૂછયું કે હે ગુરુ ! અહીં શું વ્યાજબી છે? ગુરુએ ૨૦. કહ્યું કે મને તેમની પાસે મોકલે. તેણે તેને મોકલ્યો. તે મંત્રીના મહેલને દરવાજે પહોંચ્યા. મંત્રીની રજાથી મંત્રી પાસે પહોંચેલા પુરોહિતે કહ્યું કે હે મંત્રી ! આ અ૫ કાર્ય (વાત)ને વિષે આપે કેટલું કર્યું છે? જેકે ભેગા મળ્યા છે. રાજા પણ તેને ભાણેજ થાય છે. તમે ગુસ્સો શમા જેથી સંધિ કરવું. ત્યાર બાદ મંત્રીશ્વર બેલ્યો કે શું ૨૫ મરણની બીક છે ? છત થતાં લક્ષ્મી મળે અને મરણ થતાં સુરાંગના મળે. શરીર ક્ષણમાં નાશ પામે તેવું છે. તે મરણ અને યુદ્ધને વિષે શી ચિન્તા ? પરંતુ ગુરુનું (થયેલું) અપમાન સહન કરવું મુશ્કેલ છે. હવે શો વ્યાપાર બાકી છે ? ખાધું, પીધું, દીધું, લીધું અને ભોગવ્યું. ગમે ત્યારે ગમે તેમ કરવાનું (તે) છે જ. (તે પછી) આ પ્રમાણે ૩૦ આજ મરણ છે. જીવનના અદ્વિતીય ફળરૂપ અને ઉદ્યમ વડે મળેલી એવી કીર્તિ પ્રથમથી જ જેમણે લૂંટી છે તે મનસ્વીએ શરીરરૂપ પરાળ૨૮
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org