________________
૨૧૮
શ્રી રાજશેખરસુરિત [ ધોવસ્તુપાઇનું શા માટે પાલન કરે ઇત્યાદિ વચનેથી મંત્રીને મરણ માટે નિશ્ચય કરેલો-મરણીઓ થયેલ જાણીને ગુરુએ જઈને રાજાને કહ્યું કે હે રાજેન્દ્ર! આ ઝઘડામાં મંત્રી મરશે. તે આગળ પણ યુદ્ધમાં શરીર હાઈ તે તે સ્થાનમાં તેણે જ્યોનો વર મેળવ્યો છે એ કહેતાં પાર આવે તેમ નથી. વળી શરીરનું જીવન (તેને મન) તૃણ છે એવું વચન હેવાથી આવા સુભટને કેઈ વિષમ કાર્યમાં આગળ ધરી હણુવો, નહિ કે નકામ. (વળી) એણે આપ ઉપર ઘણી રીતે ઉપકાર કર્યો છે. વિશેષમાં શું એ સ્વામી છે કે જે પિતાના જૂના સેવકના બે ત્રણ અપરાધને સહન કરતો નથી? (આપ આમ કરશે તે) અમારા જેવાના મનમાં પણ આપને માટે કેવી આશા રખાશે? ઈત્યાદિ મજબૂતપણે કેમળ અને સારભૂત વચન કહીને તેણે રાજાને (પિતાને) હાથ કર્યો. કહ્યું પણ છે કે વેલ, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન, જળ અને નારીઓને દૂર્વો જ્યાં દેરી જાય ત્યાં તે સદા વર્તે છે. રાજાએ કહ્યું કે મંત્રીને ધીરજ આપી (તેને) સન્માન કરી તેને (અહીં ) લાવો. ગુરુ ત્યાં ગયો. રાજાએ કહેલું કહીને તે મંત્રીને લઈ આવ્યા, પરંતુ તે (મંત્રી) બખ્તર પહેરીને જ તેને મળ્યો. રાજાએ તેણે (કરેલા) વિવિધ ઉપકાર યાદ કરાવી આર્ટ નેત્ર અને મનથી પિતાની જેમ મંત્રીને શાંત પાડો. તેણે મામાને (તેને) પગે લગાડવો. મંત્રીએ પેલો સિંહને છેદાવેલે હાથ (તેણે) લેકને બતાવ્યો અને ઘણું રાજલક સમક્ષ શબ્દ ઉચ્ચાર્યો કે જે મંત્રીના દેવ અને ગુરુને હણશે તેને હું જાન લઈશ. એમ કહીને વીસલદેવે જિનમતનું તેમજ મંત્રીનું ગૌરવ વધાર્યું.
હવે વિક્રમાદિત્યથી ૧૨૯૮ મું વર્ષ પ્રાપ્ત થયું. શ્રીવાસ્તુપાલ તાપરૂપ રોગના કષ્ટથી પીડા પાપે. તે વેળા તેણે પુત્ર અને પૌત્ર સહિત તેજ:પાલને તેમજ પોતાના પુત્ર જયન્તસિંહને કહ્યું કે હે વત્સ ! સંવત ૧૨૮૭ મા વર્ષે ભાદરવા વદ ૧૦ ને દિને “માલધારી” શ્રીનરચન્દ્રસૂરિએ પિતાના સ્વર્ગગમનના સમયે અમને કહ્યું હતું કે હે મંત્રી ! આપનું સ્વર્ગગમન ૧૨૯૮માં વર્ષમાં થશે. તેઓ વચનસિદ્ધિથી સંપન્ન હેવાથી તેમનાં વચન ફરતાં નથી. તેથી અમે “શત્રુંજયે” જઈશું જ. ગુરુએ વૈદ્ય, યુગાદશનું પ્રણિધાન એ રસાયન અને સર્વ જી પ્રતિ દયા એ પથ્થ. એ બધાં મારા સંસારરૂપ રોગના નાશ માટે થાઓ. મેં લક્ષ્મી મેળવી છે, સુખને સ્પર્શ કર્યો છે, પુત્રોનું મુખ જોયું છે, અને જૈન દર્શનની પૂજા કરી છે. (એથી) મને મરણને ભય નથી. કુટુંબે તે
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org