________________
vas ] ચતુર્વિતિપ્રબન્ધ
૧૯ (વાત) માની. “શત્રુંજયે જવાની સામગ્રી તૈયાર થઇ. આંસુ સહિત વીસલદેવે મંત્રીને રજા આપી મોકળો કર્યો અને તે કેટલાંક પગલાં મૂકવા ગયો. ત્યાર બાદ મંત્રી જાતે નાગડ મંત્રીને ઘેર ગયો. તેણે તેનો આસન વગેરે દ્વારા સત્કાર કરી ખાસ કામ પૂછયું એટલે મંત્રીએ કહ્યું કે અમે ભવાંતરની શુદ્ધિ માટે વિમલગિરિ તરફ જઈએ છીએ. આપે આ પ સરળ જૈન મુનિઓનું (કિલષ્ટ લેકેથી) રક્ષણ કરવું, કેમ કે આ ગૂર્જરેનું રાજ્ય વનરાજથી માંડીને (આજ પર્યત) જેન મંત્ર (મંત્રી)ના સમુદાય વડે સ્થપાયેલું છે તે હકીકત) તેના પીને આનંદ આપતી નથી એ જાણજે. મંત્રી નાગડે કહ્યું કે હું ભક્તિથી શ્વેતાંબરોનું ગૌરવ કરીશ, તમે ચિન્તા કરશો નહિ. તમારું કલ્યાણ છે. એ પ્રમાણેનાં ૧૦ વચનોથી તેણે તેને સંતોષ પમાડ્યો. ત્યાર બાદ વસ્તુપાલ ચાલ્યો. તે અંકેવાલિઆ' ગામ સુધી પહોંચે. ત્યાં શરીરને અત્યંત શિથિલ (બનેલું) જોઈ તે થોભો. સાથે આવેલા સૂરિઓએ ત્યાં તેની નિયમણ કરાવી. મંત્રીશ્વરે પણ બધું સમાધિપૂર્વક સાંભળ્યું, અને તેના ઉપર શ્રદ્ધા રાખી. અનશન અંગીકાર કર્યા બાદ એક યામ વ્યતીત થતાં તે પિતે ૧૫ બો કે મેં મારરૂપ અદ્વિતીય સારવાળા સજજનોને યાદ રાખવા
ગ્ય એવું કશું સુકૃત કર્યું નથી. એમાં (?) એકલી જ ઉમર (એમને એમ) ગઈ. જિનશાસનની સેવાથી મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેનાથી મને ભવે ભવે જિનશાસનની સેવા જ છે. રાગીને વિષે જે સ્ત્રીઓ વિરાગી છે તેને કોણ ચાહે ? જે વિરાગીને વિષે રાગી છે એવી ર૦ મુક્તિને હું ચાહું છું. જ્યાં સુધી મને મેક્ષ મળે ત્યાં સુધી ભવે ભવે મને શાસ્ત્રનો અભ્યાસ, જિનેશ્વરની સ્તુતિ, સદા આર્યો સાથે સંગતિ. સચ્ચારિત્રવાળાના ગુણોના સમુદાયની કથા, દેષ કહેવામાં મૌન, સર્વને પ્રિય અને કલ્યાણકારી વચન અને આત્મ-તત્વને વિષે ભાવના હો. એમ બોલતા જ જૈન શાસનરૂપ ગગનના ફાંગારરૂપ ચન્દ્રના સમાન શ્રીવાસ્તુપાલને ૨૫ અસ્ત થઈ ગયો. તે વખતે નિર્ઝન્થાએ પણ ઊંચે સ્વરે રુદન કર્યું. (તે પછી) બાંધવાની તે શી વાત (કરવી) મંત્રી સ્વર્ગે જતાં શ્રી વર્ધમાનસૂરિએ વૈરાગ્યથી “આંબિલ વર્ધમાન” તપ કરવું શરૂ કર્યું. તેઓ મરીને શંખેશ્વરના અધિષ્ઠાયકરૂપે ઉત્પન્ન થયા. તેમણે મંત્રીની ગતિ વિચારી પણ તે જાણવામાં આવી નહિ. તે ઉપરથી “મહાવિદેહ માં જઈ સીમં. ધરને નમીને તેણે પૂછ્યું. (સીમંધર સ્વામીએ કહ્યું કે આ જ વિદેહ'માં “પુષ્કલાવતી'માં પુંડરીકિણું” નગરમાં તે કુ ચન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org