________________
vas ]
ચતુર્વિશતિપ્રબન્ય આમ નામને આ તેને (જ) પુત્ર હોવો જોઈએ. એ પ્રમાણે દીર્ઘ કાળ પર્યત વિચાર કરી સૂરિએ તેને કહ્યું કે હે વત્સ ! બપ્પભષ્ટિ નામના તારા મિત્ર સાથે અમારી સમીપ તું નિશ્ચિત (ઈ) રહે. (અને) સર્વ કળાનું ગ્રહણ કર. તે ક્યાં ? (૧) લિખિત, (૨) ગણિત, (૩) ગીત, (૪) નૃત્ય, (૫) વાઘ, (૬) પતિ, (૭) વ્યાકરણ, (૮) છંદ, (૯) જ્યોતિષ, (૧૦) શિક્ષા, (૧૧) નિત, (૧૨) કાત્યાયન, (૧૩) નિઘંટુ, (૧૪) પત્રચ્છેદ્ય, (૧૫) નખચ્છેદ્ય, (૧૬) રત્નપરીક્ષા, (૧૭) આયુધોનો અભ્યાસ, (૧૮) હાથી ઉપર સ્વારી કરવી, (૧૯) ઘેડે બેસવું, (૨૦) ગજતરગશિક્ષા, (૨૧) મંત્રવાદ, (૨૨) યંત્રવાદ, (૨૩) રસવાદ, (૨૪) ખન્યવાદ, (રપ) રસાયન, (ર૬) વિજ્ઞાન(વાદ), (૨૭) તકવાદ, (૨૮) સિદ્ધાન્ત, (૨૯) વિષવાદ, (૩૦) ૧૦ ગાડ(વિવા), (૩૧) શકુનવિદ્યા, (૩૨) વૈદ્યક, (૩૩) આચાર્યવિદ્યા, (૩૪) આગમ, (૩૫) પ્રાસાદનું લક્ષણ, (૩૬) સામુદ્રિક શાસ્ત્ર), (૩૭) સ્મૃતિ, (૩૮) પુરાણ, (૩૯) ઈતિહાસ, (૪૦) વેદ, (૪૧) વિધિ, (૪૨) વિદ્યાનુવાદ, (૪૩) દર્શનને સંસ્કાર, (૪૪) ખેચરીની કળા, (૪૫)
અમરીની કળા, (૪૬) ઇન્દ્રજાળ, (૪૭) પાતાલસિદ્ધિ, (૪૮) ધૂર્તશેબલ, ૧૫ (૪૯) ગંધવાદ, (૫૦) ઝાડોની ચિકિત્સા, (૫૧) કૃત્રિમ મણિકર્મ, (પર)
સર્વકરણી, (૫૩) વશ્ય(વંશ )કર્મ, (૫૪) પણકર્મ, (૫૫) ચિત્રકર્મ, (૫૬) કાછઘટન, (૫૭) પાષાણકર્મ, (૫૮) લેપકર્મ. (૫૯) ચર્મકર્મ, (૬૦) યત્રક -રસોઈ (?), (૬૧) કાવ્ય, (૬૨) અલંકાર, (૬૩) હસિત, (૬૪) સંસ્કૃત, (૬૫) પ્રાકૃત, (૬૬) પૈશાચિક, (૬૭) અપભ્રંશ, (૬૮) કપટ, (૬૯) ૨૦ દેશભાષા, (૭૦) ધાતુકર્મ, (૭૧) પ્રયોગને ઉપાય અને (૭૨) કેવલિ– વિધિ. આ બધી કળાઓ એ શીખ્યો. લક્ષણ, તર્ક, વગેરે ગ્રંથને તેણે પરિચય કર્યો. બપભટિની સાથે તેણે હાડકાં અને મજજાની જેવી પ્રીતિ બાંધી. કેમકે પ્રારંભમાં ગુરુ અને ક્રમે કરીને ક્ષય પામનારી, પૂર્વ લઘુ અને પાછળથી વૃદ્ધિ પામનારી એમ દિવસના પૂર્વ અને પશ્ચિમ ર૫ ભાગની છાયાના જેવી દુર્જન અને સજજનની મિત્રતા છે.
કેટલોક કાળ વ્યતીત થતાં અસાધ્ય વ્યાધિથી ગ્રસ્ત બનેલા થશધર્મ રાજાએ પટ્ટાભિષેક સારૂ આમકુમારને તેડી લાવવા માટે પ્રધાન પુરુષોને મોકલ્યા. (એની) ઈચ્છા ન હોવા છતાં ત્યાં તેને તેઓ લઈ ગયા. પિતાને તે મળ્યો. પિતાએ આલિંગન દીધું અને અશ્રુ સહિત ગદ્દગદ્દ કંઠે - ૩૦.
૧ સર્વ વસ્તુ બનાવવાની કળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org