________________
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[ શ્રીવસ્તુપાઃ
અલિ કષ્ટ નાસી ગયેા છે, કામધેનુ વીતરાગ મુનિ પાસે ગઇ (છે) અને ચિન્તામણિ ક્યાંક જતું રહ્યું છે, તેથી પૃથ્વી ઉપર અર્થીએ દ્વારા (થતી) કદર્શના શ્રીવસ્તુપાલે સહન કરવી રહી. મંત્રોએ એને બક્ષીસમાં સવા લાખ આપ્યા. દાન–મંડપમાં બેસી નિગેલ દાન દેતાં (મંત્રી)ની કાષ્ટક કવિએ એમ સ્તુતિ કરી કે અમૃતથી પણ કામળ, ચંદ્રની ચંદ્રકળાના સમૂહથી સ્વસ્થ ? સ્વચ્છ ), આંબાના નવા માર કરતાં પણ વધારે ઉલ્લુસાયમાન સુવાસવાળી અને સરસ્વતી દેવીના મુખમાંથી નીકળતા સામ સૂક્તના વિશદ ઉદ્ગાર કરતાં પણ વધારે ૧પ્રાંજલ એવી શ્રાવસ્તુપાલની રઉક્તિ કાના ચિત્તમાં આનંદ ઉપજાવતી નથી ? હું વસ્તુપાલ ! પર્વની રાત્રિથી અભિમાની બનેલા ચંદ્રના કરને જીતે તેવી તારી કીર્તિ ક્ષીર સમુદ્રરૂપ વસ્રવાળી પૃથ્વીના ઉત્તરીયની બરાબરી કરે છે. એ પ્રમાણે ભાવ રૂડી રીતે પૂર્ણ કરી દેવાત્તમ શ્રીનેમિની રજા લઇ તેણે બધા તીર્થીની ચિન્તા કરી. નિર્માલ્ય-પદ આપીને તે પર્વતથી નીચે ઉતર્યાં, નહિ કે સજ્જનાના હૃદયથી કે મહત્ત્વથી. પછી - ખેંગાર ' દુર્ગ પર્વત, દેવપત્તન વગેરે (સ્થળા )માં તેણે દેવાને વંદન કર્યું. તેજઃપાલને ‘ખેંગાર ’દુર્ગમાં મૂકીને વસ્તુપાલ પાતે સંધ સાથે શ્રી ધેાળકે 'શ્રીવીરધવલ પાસે આવ્યા. સ્વામીએ સ્વાગત-પ્રત તેમજ આરંભસિદ્ધિ-પ્રશ્ન પૂછ્યા. ત્યારે મંત્રીએ કહ્યું કે સ્વામીના પ્રસાદથી સેવકા કાર્યોમાં ખરેખર કુશળ ૨૦ અને છે (જ). પાણીમાં જે કદાચિત્ ઉષ્ણતા (જોવાય) છે તે અગ્નિને જ વૈભવ (મહિમા) છે. રાણાએ સંધ સહિત મંત્રીને પેાતાને મહેલે જમાડયા, વસ્ત્ર પહેરાવ્યાં અને વખાણ્યા. ખગાર ’ દુર્ગમાં રહેલા તેજ:પાલે તે ભૂમિ જોને સત્ર, બગીચા, શહેર, પરબ, જિનમંદિર ઇત્યાદિ વડે મનહર એવું ‘ તેજલપુર ’ વસાવ્યું. તેણે ‘તેજલપુર’ ની આસપાસ પત્થરના ઊંચા કિલ્લા (પણ) કરાવ્યા.
૨૦૧
૫
૧૦
૧૫
૨૫
૩.
"
I
વસ્તુપાલ વીરધવલની પાસે સેવા કરતા હતા. દેશ સ્વસ્થ હતા. ધર્મ પ્રવર્તતા હતા. એ પ્રમાણે હતું તેવામાં એક વાર ઢિલ્લી નગરથી આવીને ચર પુરુષાએ શ્રોવસ્તુપાલને નિવેદન કર્યું કે હે દેવ ! ‘ઢિલ્લી’ થી શ્રીમાજદીન કૈસુરત્રાણુનું લશ્કર પશ્ચિમ દિશાને ઉદ્દેશીને ચાલી નીકળ્યું છે. ચાર પ્રયાણા થયાં છે, તેથી સાવધાન થઈને રહેશેા. અમને એમ લાગે
૧ સરળ. ૨ વચનેા, ૩ સુલતાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org