________________
૧૭૬
૧૦
શ્રી રાજશેખરસૂરિકૃત
[ મ - કહ્યું કે ના. તે પારકું ધન કેવી રીતે નકામું લઈ લેવાય (એમ રાજાએ કહ્યું). ભંડારીએ કહ્યું કે કેઈક છળ કરે. રાજાએ કહ્યું કે હું તેમ કરીશ. એમ વિચારી ભંડારીને પિતાના મહેલમાં રાખી બકરીના માંસને થાળામાં રાખી દાસીને માથે તે મૂકી તેને (આભડને ઘેર) મોકલી. મધ્યાહને તે દાસી આભડના ઘરના દરવાજે આવી પહોંચી). તે વેળા આભડ ધ્યાન વડે જિનની પૂજા કરતો હતો. ચાંપલાએ પિતે બારણું ઉઘાડયું. દાસી અંદર આવી. તેણે થાળો બતાવ્યો. ચાંપલાએ માંસ જોઈને તે જ વેળા ભંડારીની આ વિક્રિયા છે એ તર્ક બાંધ્યો. અંદર લાવીને તેણે તેને માનભેર પૂછયું કે આ શું છે? દાસીએ કહ્યું કે ઉત્સવને વિષે રાજાએ તમારું ગારવ (કરવા) માટે આ મેકહ્યું છે. ચાંપલાએ એ માંસ બીજા થાળામાં લઈ લીધું. તેણે રાજાને સવા લાખની કીંમતને હાર અને દાસીને કંઠાભરણ આપ્યાં. તેણે થાળાને મોતી વડે વધાવ્યા. દાસી રાજી થઈ રાજા પાસે ગઈ. ભેજન બાદ
પુત્રીએ આભડને કહ્યું કે હે પિતા! કાઢી મૂકેલા ભંડારીથી પ્રેરાયેલા ૧૫ રાજાનું આ કામ છે. (એથી) મેં દાસીને તિરસ્કાર કર્યો નહિ. લક્ષ્મી
જશે, પરંતુ (કોઈ) ઉપાય કરો. પિતાની બધી દાલતની ટીપ કરી તમે રાજાને દેખાડે અને કહે કે હે નાથ ! જે તમારી મરજી હોય તે (એ દેલત) લઈ લે. તેણે તે પ્રમાણે જ કર્યું. રાજાને વિસ્મય, લજજા અને હર્ષ થયાં. ભંડારીને તટે (ગળે) ઝાલી રાજાએ કહ્યું કે હે. મૂઢ ! વિધિ જેને ધન આપે છે તેને તેના રક્ષણના ઉપાયની બુદ્ધિ પણ આપે છે. તેથી એના ઉપર ફોગટ મત્સર ન કર. તેણે તેને ફરીથી આભડને પગે લગાડ્યો. રાજાએ તેનું એક તણખલું પણ નહિ જ લીધું. એ પ્રમાણે ધનવાન, અખંડ ભાગ્યશાળી દીર્ધાયુ અને નીરોગી આભડે
મરણપ્રસંગે પુત્ર ઉપર ઉપકાર (કરવા) માટે પિતાના મહેલના ચાર ૨૫ ખૂણામાં ચાર નિધિ દાટવ્યા. તે પોતે સમાધિપૂર્વક મરણ પામ્યો. ચાંપલા
પણ (મરીને) સ્વર્ગ ગઇ. બહારનું ધન જતું રહેતાં પુત્રએ તે નિધિઓની સંભાળ લીધી, પરંતુ તે મળ્યા નહિ. તેમણે અંજન આપ્યું. અંજનીએ કહ્યું કે કોઈક કાળા દેહવાળા અને હાથમાં મુગરવાળા ધનને નીચે નીચે લઈ જાય છે. તમે શા માટે નાહક કલેશ કરે છે? નિરાશ થયેલા તેઓ સામાન્ય વણિક બની ગયા. તેથી પુરુષના પુણ્યનો ઉદય જ ધનની વૃદ્ધિનું કારણ છે, નહિ કે કુલ.
રૂતિ સામugષઃ ૨૨ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org