________________
(૨૪) શ્રીવાસ્તુપાલન પ્રબન્ધ શ્રીવાસ્તુપાલ અને તેજપાલ (નામે) જે બે પ્રસિદ્ધ ભાઈઓ મંત્રીશ્વર હતા તેમની કીર્તિકથા અમે કહીએ છીએ. પૂર્વે ગૂર્જર ભૂમિના શંગારરૂપ “મંડલી” નામની મહાનગરીમાં શ્રીવાસ્તુપાલ, તેજ:પાલ વગેરે ૫ વસતા હતા. એક વેળા શ્રીથી યુક્ત “પત્તન’ના રહેવાસી અને “પ્રાગ્વાટ” વંશના ઠકુર શ્રીચંડપના પુત્ર ઠક્કર શ્રીચંડપ્રસાદના પુત્ર પ્રધાન શ્રીએમ કુલના શૃંગારરૂપ ઠક્કુર શ્રીઆસરાજના પુત્ર અને કુમારદેવીની કુક્ષિરૂપ સરોવરને વિષે રાજહંસ (સમાન) શ્રીવાસ્તુપાલ અને તેજપાલ શ્રી શત્રુંજય’, ‘ગિરનાર' વગેરે તીર્થની યાત્રાએ નીકળ્યા. ૧૦ હડાલક ગામે જઈને પિતાની સંપત્તિ તેમણે વિચારી જે તે બધી મળીને તે ત્રણ લાખની થઈ. ત્યાર બાદ “સુરાષ્ટ્રથી પિતાની સુસ્થતા વિચારી એક લાખ ભૂમિમાં (દાટી ) મૂકવાને મધ્યરાત્રિએ તે બંનેએ મહાશ્વત્થ નીચે ખેદયુંતેઓ ખોદતા હતા તેવામાં કોઈકને પ્રાચીન અને સોનાથી ભરેલો તાંબાને કળશ નીકળે-તેમને હાથ ૧૫ લાગે. તે લઈને શ્રીવાસ્તુપાલ તેજપાલની પત્ની અનુપમા દેવીને માન્યતાથી પૂછ્યું કે આ ક્યાં મૂકવો ? તેણે કહ્યું કે પર્વતના શિખર ઉપર જ ઊંચે મૂકે જેથી પ્રસ્તુત નિધિની જેમ અન્યરૂપ ન બને. તે સાંભળીને શીવપાલે તે દ્રવ્ય શ્રી શત્રુંજય’, ‘ઉજજયંત” વગેરે (તીર્થસ્થળ)માં વાપર્યું. યાત્રા કરી પાછા ફરી તે “ધોળકા” ૨૦. શહેરમાં આવ્યો.
એવામાં કન્યકુજના માલિકની પુત્રી નામે મહણદેવી પ્રસન્ન થયેલા પિતા પાસેથી કંચુલિકાને સ્થાને મેળવેલી 'ગૂર્જર ભૂમિને ઘણે વખત ભોગવી સમય જતાં મરીને તે જ “ગૂર્જર' દેશની અધિષ્ઠાત્રી મોટી સમૃદ્ધિવાળી વ્યંતરી થઈ. “ધોળકામાં પથારીમાં આરામ લેતા રાણ ૨૫ શ્રીવીરધવલ આગળ પ્રત્યક્ષ થઈ તે બોલી કે હે રાણું ! આ “ગૂર્જર ભૂમિ વનરાજ પ્રમુખ સાત “ચાવડા વંશના નરેશ્વરોએ ૧૯૬ વર્ષ સુધી ભોગવી. ત્યાર પછી મૂલરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમ, કર્ણ, જયસિંહદેવ, કુમારપાલદેવ, અજયપાલદેવ, લધુ ભીમ અને અણે રાજ એ ચૌલુક્યોએ તેને સનાથ કરી–એ સેલંકી ૩૦
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org