________________
૨૦૬
શ્રીરાજશેખરસૂતિ [ જોઇeggrકે અરે વસ્તુની તપાસ કરે, તપાસ કરે. બે દિવસને વિલંબ કરી તેણે બધું આણી આપ્યું. વૃદ્ધાને તે તે પિતાને ઘેર લઈ ગયો. તેણે તેની વિવિધ ભક્તિ કરી અને પૂછ્યું કે શું તમારે હજયાત્રાની ઈચ્છા છે? તેણે કહ્યું કે હા. તે કેટલાક દિવસ રાહ જુઓ. તેણે રાહ જોઈ. તેવામાં “આરાસણ” પત્થરનું તેણે તેરણ ઘડાવ્યું અને મંગાવ્યું. તેણે તે મેળવી જોયું, અને પાછું જુદું કર્યું. (વળી) તે રૂ વડે બાંધ્યું. સૂત્રધારેને તેણે સાથે મોકલ્યા. મંત્રીએ કહ્યું કે વચમાં ત્રણ પ્રકારના માર્ગ છેઃ (૧) જલમાર્ગ, (૨) ઊંટ વડે જવાય તેવો અને (૩) ઘોડા વડે ઉલ્લંઘન થઈ શકે તે. જ્યાં જે રાજાઓ સાથે લડાઈ કર્યા વિના તેમનું ઉલ્લંઘન કરાય ત્યાં તેવું સૂત્ર તેણે કરી આપ્યું. રાજાઓને ભેટનું આપવા માટે તેણે દ્રવ્ય તૈયાર કરાવ્યું. એ પ્રમાણેની સામગ્રીપૂર્વક તેણે તેને ત્યાં મેકલી. તેણે મસીદને દરવાજે તે રણની રચના કરી. ત્યાંના રાજા પાસેથી ત્યાં દીપ, નૈલ ઇત્યાદિ વડે પૂળને હંમેશ માટે પ્રબંધ કરાવ્યો. ત્યાં તેણે પુષ્કળ દ્રવ્ય આપ્યું. તેની કીર્તિ ઉદ્દભવી. વૃદ્ધા પાછી ફરી. તેણે 'ખંભાત લાવવામાં આવી. તેનો (વસ્તુપાલે) પ્રવેશમહત્સવ કરાવ્યું. તેણે પિતે તેનાં ચરણ ધોયાં. એ પ્રમાણે ભક્તિ પૂર્વક તેણે તેને પિતાને ઘેર દશ દિવસ રાખી. તેવામાં પ૮૦ ધવલ કિશોર, દુકુલ ગંધરાજ, કપૂર વગેરે તેણે લીધું. (પછી) તેણે વૃદ્ધાને પૂછયું કે હે માતા ! ચાલશે ? જો તમે આજ્ઞા આપતા છે અને માન અપાવવાના છે તે હું પણ (સાથે) આવું. તેણે કહ્યું કે ત્યાં હું જ સ્વામિની છું. સ્વચ્છા પૂર્વક આવ. ત્યાં તારી પૂજા ઘણી થશે. શ્રી વરધવલની અનુમતિથી મંત્રીન્દ્ર ચાલ્યો. રાજાની માતાના વચનથી તે દિલ્લી'ને તટે ગયો. બે ક્રોશને અંતરે તે થોભે. સુરત્રાણુ માતાની સામે આવ્યું. તેણે માતાને વંદન કર્યું અને યાત્રા સુખે થઈ એમ પૂછયું. વૃદ્ધાએ કહ્યું કે જેને “દિલ્લી માં તારા જેવો પુત્ર છે અને ગૂર્જર ભૂમિમાં તે વસ્તુપાલ (પુત્રરૂપ) છે એવા મને કલ્યાણ કેમ ન હોય? રાજાએ પૂછયું કે એ કોણ છે ? વૃદ્ધાએ વિનય અને કીર્તિથી ભરપૂર એવો તેને વૃત્તાન્ત કહ્યો. રાજાએ કહ્યું કે તેને તું અહીં કેમ નહિ લાવી ? વૃદ્ધાએ કહ્યું કે હું લાવી છું. હું તેને જે. (એમ કહી) ઘેડેસ્વારોને મોકલી વસ્તુપાલને બોલાવી તેણે તેને બતાવ્યો. મંત્રીએ ભટણું આપ્યું. રાણાએ તેને કહ્યું કે માતાએ મારાથી તમને અધિક પુત્રરૂપે ગણ્યા છે, તેથી તમે મારા બાંધવ છે. અમારી માતા તમારી તારીફ
૧ સૂતરથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org