________________
૨૦૫
અષN ]
ચતુર્વિશતિપ્રબન્ય તેનો નાશ થતાં કુળ નાશ પામે છે, કેમકે) નાભિને ભંગ થયા પછી આરા બોલતા નથી, તેથી આપે ભોજન કરવું. તાપ ન થાઓ. મંત્રીએ ગુરુ પ્રતિ આ કાવ્ય કહ્યું આજ મારા પિતાની આશા સફળ થઈ અને માતાની આશીષને વિષે શિખાને અંકુર પ્રકટ્યો કે યુગાદિ જિનના સમસ્ત યાત્રિક લેકનું હું ખેદ પામ્યા વિના પૂજન કરું છું. ભોજન ૫ કરાવતા મંત્રીએ નાગપુરવાળાઓને એક પંક્તિ(રૂપ વ્યવહાર) જોઈને માથું ધૂણાવ્યું. અહે આ લોક શુદ્ધ છે. એ પ્રમાણે જમાડાતાં અને વસ્ત્ર પહેરાવાતાં નાગપુર’ને સંઘ રાજી થયો. વસ્તુપાલ અને પૂના સંઘ સહિત શ્રી શત્રુ ’ ગયે. તેમણે શ્રીકૃષભને વંદન કર્યું. એક દિવસ સ્નાત્ર થતાં દેવને પૂજારી કળશ વડે નાકને હરકત ન થાય એવા ૧૦ આશયથી દેવનું નાક ફૂલ વડે ઢાંકતે હતે. તેવારે મંત્રીએ વિચાર કર્યો કે કદાચિત દૈવયોગે દેવાધિદેવને કળશાદિ વડે કે પરસૈન્યથી ના કહેવા લાયક અમંગળ થાય તો સંઘની શી ગતિ? એમ વિચારી તેણે પૂનાને કહ્યું કે હે ભાઈ ! મને એવો સંકલ્પ થયો છે કે જે (આ બિબને સ્થાને) બીજું “મમ્માણ' પત્થરનું બિબ કરાવાય તે વધારે ૧૫ સારૂં. તે તે સુરત્રાણ મોજદીનના મિત્ર એવા તમે પ્રયત્ન કરે તે થાય; નહિ તે નહિ. પૂનડે કહ્યું કે ત્યાં જઈને વિચાર કરીશું. ઇત્યાદિ બોલતા તે બંને રૈવત' વગેરે તીર્થોને પ્રણામ કરીને પાછા ફર્યા. પૂનડ નાગપુર' ગયે. મંત્રી “ ધોળકા માં રાજ્ય કરવા લાગે,
એ પ્રમાણે વૃત્તાન્ત બન્યા પછી એક દિવસ સુરત્રાણમજદીનની ર૦ ઘરડી માતા હજયાત્રા કરવા)ની અભિલાષાવાળી હેઈ સ્તંભપુરમાં આવી.
નૌવિને ઘેર તે અતિથિ થઈને રહી. તે આવી તે (વાત) મંત્રીએ ચરો દ્વારા જાણું. શ્રીમંત્રીએ ચરોને કહ્યું કે એ જળમાર્ગે આવે ત્યારે તમારે મને ખબર આપવી. તે આવી એટલે તેમણે તે (વાત તેને) જણાવી. મંત્રીએ પોતાના કાળીઓને મેકલી તેનું કેટીમ્બક(?)ગત સર્વ દ્રવ્ય (લૂટી) લેવડાવ્યું, અને કોઈક સ્થળે તે રૂડી રીતે સાચવી રખાવ્યું. તેવારે નૈવિત્તોએ મંત્રી આગળ પિકાર કર્યો કે હે દેવ ! અમારા યુથની એક વૃદ્ધા હજયાત્રાએ જતી હતી. તેને તમારા પાદરમાં ચોરોએ લુંટી લીધી. મંત્રીએ પૂછયું કે એ વૃદ્ધા કોણ છે? તેમણે કહ્યું કે હે દેવ ! શું પૂછો છે? એ મજદીન સુરત્રાણુની પૂજ્ય માતા છે. મંત્રીએ કપટથી કહ્યું ૩૦
૧ નાઈડી ભાગી ગયા પછી આરા ઉપર ગાડું ચાલે નહિ. ૨ વહાણવટી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org