________________
પ્રસ્તાવનો મૂળ ગ્રંથનું અવલોકન
મૂળ ગ્રંથનાં ચતુવિંશતિપ્રબન્ધ અને પ્રબન્ધકોશ એવાં બે નામે છે. તેમાં પ્રથમ નામ આ ગ્રંથમાં આવતા ૨૪ પ્રબળે ઉપરથી પ્રચલિત થયેલું જણાય છે, જ્યારે દ્વિતીય નામ તે ખુદ ગ્રંથ કાર શ્રી રાજશેખરસૂરિએ નિર્દોર્યું છે, જે વાતની અંતમાંની પ્રશસ્તિ સાક્ષી પૂરે છે. આ ગ્રંથમાં જે ૨૪ પ્રબળે છે તે પૈકી દશને સૂરિ સાથે, ચારને કવિ સાથે, સાતને રાજા સાથે અને બાકીના ત્રણને - શ્રાવક સાથે સંબંધ છે. અર્થાત વિશિષ્ટ સૂરિઓ, કવિઓ, રાજાએ
અને શ્રાવકેને લક્ષ્મીને આ ગ્રંથ રચાય છે. અહીં આપેલા પ્રબન્ધમાંથી કેટલાક પ્રભાવરિત્રમાં પણ નજરે પડે છે. જેમકે (૧) આર્યન્દિલ-પ્રબંધ, (૨) પાદલિપ્તસૂરિ-પ્રબન્ધ, (૩) વૃદ્ધવાદિ-પ્રબન્ધ, (૪) મલ્લવાદિસૂરિ–પ્રબન્ધ, (૫) હરિભદ્રસૂરિ-પ્રબન્ધ, (૬) અપભદિ
૧ શ્રીયુત દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી આ મૂળને અનુલક્ષ્મીને શ્રી ફાર્બસ ગુજરાતી સભાના ૬૭મા વર્ષે અપાયેલા પિતાના વ્યાખ્યાન નામે “ગુજરાતના મધ્યકાલીન હિન્દુ-રાજપૂતયુગના ઇતિહાસનાં પ્રબંધાત્મક સાધનોમાં કથે છે કે “ આ ગ્રંથ પ્રભાવકચરિતની ધાટીને પણ ભાષાશુદ્ધિ, વ્યવસ્થા વગેરે ગુણોમાં પ્રભાવચરિત અને પ્રબંધચિંતામણિ બેયથી ઉતરત છે.” સંશોધનપત્ર તપાસતી વેળા મને આ જાણવાનું મળે છે, એટલે આ સંબંધમાં હું અત્ર ઊહાપોહ કરી શકું તેમ નથી. આથી હું શાસ્ત્રીજીને પ્રબન્ધચિતામણિના ભાષાન્તરની પ્રસ્તાવનામાં આ વાતને સમર્થનમાં દાખલાદલીલ રજુ કરવા વિનવું છું, કેમકે હજી એ ભાષાન્તર પૂરેપૂરું છપાઈ ગયું નથી.
૨ શ્રીકસૂરિએ વ, સં. ૧૩૯૩ માં નાભિજિદ્ધારપ્રબન્ધ ઓ છે, શું એ ઉપરથી પ્રસ્તુત ગ્રથના નામમાં ૧ પ્રબન્ધ” શબ્દ વપરાયો હશે? શ્રી રાજશેખરસૂરિની પેઠે વિ. સં. ૧૪૪૨ માં શ્રી જિનમંડનગણિએ પણ પોતાની કૃતિ નામે “ કુમારપાલપ્રબન્ધ”માં “પ્રબન્ધ' શબ્દ યોજ્યો છે. ( ૩ એમની જન્મ-તિથિ અને નિવાણ-તિથિને ઉદેશીને “Proceedings of the Third Oriental Conference " 414611 34Hi 228 HI yeni એમ સૂચવાયું છે કે વિ. સં. ૮૦૦ ના ભાદરવા સુદ ત્રીજ ને રવિવાર એટલે ઇ. સ. ૭૪૩ ની ૨૮ મી જુલાઈને રવિવારે બપોર પછી (afternoon) ત્રણ કલાક અને ૨૪ મિનિટ બાદ હસ્ત નક્ષત્ર શરૂ થતું હતું અને એમની નિર્વાણતિથિ તે ચોથી જુલાઈ ને ગુરુવાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org