________________
૧૫૮
શ્રી રાજશેખરસૂરિક્ત [ zક્ષણનથી. (વળી) તે મારા ઉપર જ (આ) ભાર ચઢાવે છે. તેથી સંકટરૂપ સમુદ્રમાંથી મારે એને તારો જોઈએ. જેનો આશ્રય લઈને સર્વ છે નિર્ભયપણે સુવે છે તે જ તેમાં પુરુષ છે, અને તેની જ અહીં પ્રશંસા
કરવી યોગ્ય છે. એ પ્રમાણે વિચારી તેણે કુમારદેવને કહ્યું કે તું બીશ ૫ નહિ, દંડ પણ આપને નહિ, સવારે અમારું લકર અહીં નહિ જ રહે.
તું જ. એમ કહીને કુમારદેવનો સત્કાર કરી તેણે તેને વિદાય કર્યો. તે (વિદ્યાધર) પિતાના સ્વામી લક્ષણસેન પાસે ગયો.
આ તરફ જયન્તચન્દ્ર પાસે જઈને વિદ્યાધરે વિનતિ કરી કે હે રાજેશ્વર ! દેવને અહીં આવ્યાને આજે ૧૮ દિવસ થયા. કુમારદેવે જાતે આવીને મને ૧૮ લાખ સુવર્ણ આપ્યા (?) છે. એથી તમે અભય આપે, કૃપા કરો અને સ્વસ્થાને જાઓ. કાસી પણ છોડે ચાલે તેમ નથી. એ પ્રમાણે સાંભળીને કાસી રાજ સત્વર રાત્રે જ ચાલ્યો ગયે. દશ કેશ જઈને તે પોતાની નગરીને અભિમુખ એવી ઝુંપડીઓમાં રહ્યો.
લક્ષણાવતીના લોકો અચંબો પામ્યા અને રાજી થયા. લક્ષણસેને કુમાર૧૫ દેવને પૂછયું કે જયન્તચન્દ્ર કેમ જતો રહ્યો ? પ્રધાને કહ્યું કે હે દેવ!
તમને યુદ્ધ માટે તૈયાર થયેલા સાંભળીને “કાશીરાજ ભય પામી પ્રાણ બચાવવા માટે (નાસી) ગયે. તમારી પિંડશક્તિ જુદી જ છે. ઉત્તમ હાથીની ગતિ જુદી છે અને ગધેડાની તેમજ ઊંટની ગતિ જુદી છે. વળી લીલા (માત્ર)માં હાથીઓને દળી નાંખનારા સિંહની ગતિ જુદી જ છે. એક ચપેટા વડે ચીરી નાંખેલા મોટા હાથીના કુંભસ્થળનાં સ્થૂળ હાડકાં વડે વિષમ બનેલા પરિસરવાળા સિંહના ક્રીડાગૃહમાં કેણ દાખલ થાય? ઉદ્ધત ઝેરની જવાળા વડે વ્યાપ્ત અને સ્કુરાયમાણ કુત્કારોની શ્રેણિ વડે ભયાનક એવા સાપના મુખરૂપ ગુફાનું કે આડંબરપૂર્વક ચુંબન કરે ? ચપલતાને લીધે
કેઈ તેમ કરે તે તેનું ક્ષેમ ક્યાંથી છે? એથી પિતાનો અપરાધ ક્ષમા ૨૫ કરાવવાને આ તેને ઉપાય છે. કાસી પાસે જઈને “કાસી ના અધિપતિએ
વિદ્યાધરને આદેશ કર્યો કે “લક્ષણાવતી'ના માલિક પાસે લીધેલા) દંડનું દવ્ય ચાર દિશામાંથી એકત્રિત થયેલા અથઓને તું આપ જેથી કીર્તિ વધે. વિદ્યારે પણ સ્વામીને કહ્યું કે હે દેવ ! કુમારદેવે મને દંડ પેટે એક રત્ન આપ્યું છે. તેથી તેનું) તરત જ તેનું કેમ બને? રાજાએ કહ્યું કે તે તે) રત્ન દેખાડ. ત્યાર બાદ તેણે પત્રિકાગત શ્લેક બતાવ્યો અને કુમારદેવ આવ્યાને વૃત્તાન્ત કહ્યો. વિદ્યાધરના મોઢે તે અવધારીને મહાબુદ્ધિશાળી જય ચ% બે કે હે પ્રધાન! તે વેળા જ તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org