________________
૧૫
શ્રીરાજશેખરસૂરિકૃત [૨ મકવાદુવાદઆ જગતમાં ખરેખર વિનય વડે વિનીત એવા શિષ્ય મૃતરૂપ સમુદ્રના પારને પામેલા તેમજ (આવશ્યક ) ક્રિયાને વિષે તત્પર એવા ગુરુની પાસે વિધિપૂર્વક સર્વ શીખવું જોઈએ. (અ) ત્યાર પછી ભવ્ય (જી)ના ઉપકાર માટે કલેશને વિનાશ કરનારી દેશના તેમણે વિસ્તારવી જોઈએ. તેને વિધિ આ પ્રમાણે છે—સ્મલનાથી રહિત, મિલનથી મુક્ત અને અક્ષરેથી પરિપૂર્ણ એવી રીતે સૂત્ર ઉચ્ચારવું જોઈએ. ગ્રામ્ય અને મનોવેધક રીતિથી અર્થ કહે જોઈએ. ચારે બાજુ સભ્યોને વિષે દૃષ્ટિ રાખી કાયગુપ્તિથી ગુપ્ત એવા (ઉપદેશકે) અર્થનું જ્ઞાન થાય ત્યાં સુધી આસપાસ સભ્યો તરફ દષ્ટિ રાખી દેશના આપવી. (એવા) વક્તાને (ચારિત્ર) અને પ્રબંધનું કામ પડે છે. તેમાં શ્રી ઋષભ(સ્વામી)થી માંડીને તે વધમાન સુધીના તીર્થકરોનાં, ચક્રવર્તી પ્રમુખ રાજાઓનાં, તેમજ આર્યરક્ષિત પર્યન્તના મુનિઓનાં વૃત્તાંત
ચરિત” કહેવાય છે, ત્યાર પછીના સમયમાં થયેલા મનુષ્યોનાં વૃત્તાંત તે ‘પ્રબન્ધ” કહેવાય છે.
હવે અમે ગુરુમુખથી સાંભળેલા, વિશાળ તેમજ રસમય એવા ચોવીસ પ્રબંધોને સંગ્રહ કરીએ છીએ. તેમાં રિ-પ્રબંધો ૧૦ છે. કવિપ્રબંધ ૪ છે, ભૂપતિ-પ્રબંધો ૭ છે, અને રાજ્યના અંગરૂપ શ્રાવકના પ્રબંધો ૩ છે, એમ (કુલે) ચોવીશ થાય છે. (જેમકે(૧) ભદ્રબાહુ અને
વરાહ, (૨) આર્યનંદિલ ક્ષણિક (સાધુ), (૩) જીવદેવસૂરિન, ૨૦ (૪) આયંખપટરિન, (૫) પાદલિત પ્રભુને, (૬) વૃદ્ધવાદી અને
સિદ્ધસેનને, (૭)મધુવાદન, (૮) હરિભસૂરિને,(૯)બપભટિરિને, (૧૦) હેમ(ચન્દ્ર)સૂરિને, (૧૧) શ્રીહર્ષ કવિને, (૧૨) હરિહર કવિને (૧૩) અમરચન્દ્ર કવિને, (૧૪) દિગબર મદનકીર્તિ કવિને, (૧૫)
સાતવાહનન, (૧૬) વંકચૂલને, (૧૭) વિક્રમાદિત્યને, (૧૮) નાગા૨૫ જુનને, (૧૯) ઉદયનને, (૨૦) લક્ષણસેનને, (૨૧) મદનવર્માને,
(૨૨) રત્નને, (૨૩) આભડને, અને (૨૪) વસ્તુપાલને. તેમાં પ્રથમ (૧) ભદ્રબાહુ-વરાહને પ્રબંધ (વર્ણવાય છે):– - દક્ષિણાપથને વિષે “પ્રતિષ્ઠાન 'પુરમાં ભદ્રબાહુ અને વરાહ નામના
બે બ્રાહ્મણ કુમારે નિર્ધન અને આશ્રય વિનાના (પરંતુ) બુદ્ધિશાળી ૩૦ વસતા હતા. ત્યાં યશભદ્ર નામના ચૌદપૂર્વધર પધાર્યા. ભદ્રબાહુએ અને
૧ પૂર્વને અર્થ અને તેની સંખ્યા વગેરે માટે જુઓ ભક્તામરસ્તોત્રની પાદતરૂપ કાવ્યસંગ્રહને પ્રથમ વિભાગ (પૃ. ૫૯-૬૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org