________________
अहम्
શ્રીરાજશેખરસૂરિકૃત ચતુર્વિશતિપ્રબન્ધ યાને પ્રબન્ધકેશ
રાજ્યાભિષેક વેળા સુવર્ણના આસન ઉપર આરૂઢ થયેલા, સર્વ અવયને વિષે દિવ્ય આભૂષણે પહેરેલાં) હેવાથી મનોહર, “મેસ” પ (પર્વત)ના મુકુટ સમાન અને તેમનોવાંછિત; આપવામાં ) કલ્પવૃક્ષ સમાન એવા પ્રથમ જિનેશ્વર (શ્રી કષભદેવ) (હે ભવ્યો !) તમારા કલ્યાણ માટે હો૧
જેઓ (પ્રથમ) વિવેક(રૂપ શિખર ) ઉપર ઊંચા ચઢયા અને પછી (ગિરિનાર') ગિરિના શિખર ઉપર અને ત્યારબાદ ચારિત્ર, તપશ્ચર્યા, ૧૦ (કેવલજ્ઞાનરૂ૫) ઉત્તમ જ્ઞાન અને (મોક્ષરૂપ) ઉત્તમ પદ ઉપર આરૂઢ થયા તે નેમિ(નાથ) (તમને) ઉત્તરોત્તર સંપત્તિ અર્પો-૨
જેમને માટે ભક્તિથી, સ્વયંવર માટે આવેલ સાત તસ્વરૂપ લક્ષ્મીનું પાણિગ્રહણ કરે એટલા માટે નાગે જાણે સાત( ફેણના મિષથી સાત) મંડપ કર્યો કે શું (એવી કલ્પના કરાય) તે વામા (દેવી)ના પુત્ર ૧૫ ભગવાન પાર્શ્વનાથ) તમારા આનંદને અર્થે હો-૩
જેમણે વીર(જન્મરૂપ) સંવત્સરને વિષે લેકને બધી બાજુએ દ્રવ્ય વડે અને વતપર્વથી ઉત્પન્ન થતાં દાનને વિષે પરમાર્થથી કૃતાર્થ કર્યા,તેમજ જેમણે આપેલા આગમના નિર્મળ (ત્રિપદીરૂપ) બીજના બળથી આજે પણ આ “ભરતભૂમિમાં તવ નામના ભંડારે વિદ્વાનોને મળે છે તે વીર ૨૦ (પ્રભુ) (તમારા) શ્રેયને માટે થાઓ.-૪
જિનેશ્વરના ગણધરે (કે જેઓ સરસ્વતીના સાર વડે તીવ્ર છે તેઓ) તેમજ ઉત્તમ અને સચોટ (અથવા સાર વડે તીવ્ર એવી) સરસ્વતી મને સાહિત્ય અર્પો, સરસ્વતીની સૌમ્ય દષ્ટિને લઈને મારી ભારતી વિલાસ પામે અને તે પ્રસન્ન થાઓ. મારા સુગુરુ શ્રીતિલકસૂરિ કે જેમણે વિનો દૂર કર્યા છે તેઓ મને કલાઓ સમર્પો. શિષ્યો ફરાયમાણ છે અને નિરંતર પુણ્યની માલારૂપ શ્રાવકના સમુદાયે ગાજતા રહે–પ
૧ જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેક્ષ એ જૈન દર્શનનાં સાત તો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org