________________
ga ]
ચતુર્વિશતિપ્રબન્ધ વરાહે તેમની એ દેશના સાંભળી કે વિવિધ પ્રકારના ભોગે નાશ પામવાના સ્વભાવવાળા છે અને એના વડે જ આ સંસાર છે. તત્ત્વની ખાતર હે લેકો ! પરિભ્રમણ કરો (અન્ય) ચેષ્ટાઓથી સર્યું. જે અમારાં વચન ઉપર શ્રદ્ધા હોય તે આશારૂપ સંકડે પાશના નાશથી નિર્મળ બનેલા ચિત્તને કોઈક આત્યન્તિક સુખના સ્થાનને વિષે સ્થાપે. આટલું જ સાંભળતાં પ્રતિબોધ પામેલા તે (બે કુમારે ઘેર જઈ મન્ત્રણ કરવા લાગ્યા કે શા માટે આપણે જન્મ ફેગટ ગુમાવીએ છીએ ? એક તે ભોગનું સાધન નથી, એથી આપણે યોગ સાધા જોઈએ.
આગળ ગાયન, ( બને) બાજુ ઉપર દક્ષિણના સરસ કવિઓ અને પાછળ ચામરધારી લલનાઓનાં કંકણને લીલાત્મક રણકાર એ પ્રમાણે ૧૦ જે (ભેગસામગ્રી) હોય તે સંસારના રસનો આસ્વાદ કરવામાં હે મન ! તું લંપટ બન; નહિ તો વિકલ્પથી વિમુખ એવી સમાધિને વિષે તું એકદમ પ્રવેશ કર.
આ પ્રમાણે વિચાર કરીને બંને ભાઈઓએ દીક્ષા ગ્રહણ કરી. ભદ્રબાહુ ચૌદપૂર્વના ધારક અને છત્રીસ ગુણોથી પરિપૂર્ણ આચાર્ય ૧૫ બન્યા. તેઓ (૧) દશવૈકાલિક, (૨) ઉત્તરાધ્યયન, (૩) દશાશ્રુતસ્કંધ, (૪) ક૫, (૫) વ્યવહાર, (૬) આવશ્યક, (૭) સૂર્ય પ્રાપ્તિ, (૮) સૂત્રકૃત, (૯) આચાર–અંગ અને (૧૦) ઋષિભાષિત એ નામના દશ ગ્રંથની (બધી મળીને) દશ નિર્યુક્તિ રચનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વળી તેમણે ભાદ્રબાહુવી નામની સંહિતા પણ રચી. તે સમયમાં આર્યસંભૂતિવિજ્ય પણ ચૌદપૂર્વધર હતા. શ્રીયશોભદ્રસૂરિ સ્વર્ગ ગયા. (પછી) ભવ્ય (જીવ)રૂપ કમળને (વિકસાવવામાં) સૂર્યસમાન એવા ભદ્રબાહુ અને સંભૂતિવિજય પરસ્પર સ્નેહ ધારણ કરતા “ભરત' (ક્ષેત્રોમાં જુદા જુદા વિચરવા લાગ્યા. વરાહ પણ વિદ્વાન હતા, પરંતુ મોટા અભિમાનરૂપ પર્વત ઉપર ચઢેલા તેઓ ભદ્રબાહુ નામના પિતાના ૨૫ બંધુ પાસે “સૂરિ” પદ યાચવા લાગ્યા. (તેમને) ભદ્રબાહુએ કહ્યું કે ૧ વિચારોની આપલે. ૨ ચામર હલાવવા જતાં કંકણ ખખડે તે.
૩ સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિય પરત્વેના પાંચ સંવર, નવ પ્રકારનું બ્રહ્મચર્ય, ક્રોધાદિ ચાર કષાયોથી મુક્તતા, અહિંસાદિ પાંચ મહાવ્રત, પાંચ પ્રકારના આચાર, ૩૦ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ ૩૬ ગુણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org