________________
૧૦.
શ્રીરાજશેખરસૂરિકૃત [૧૦ થીમરમરબેલ્યો કે હે વાચાળ! હે મૂ! હે અધર્મ ! હે પિશાચ! મારી બેન આગળ મુંડિકને માર એમ તું બોલેલે તે તને યાદ છે કે મારી બેનની પ્રતિજ્ઞા હું (આજે) પૂર્ણ કરું છું. દુષ્ટ વચનરૂપ કાદવથી દૂષિત એવી તારી જીભને હું કાપી નાંખું છું. એ પ્રમાણે, યમની જેમ દુપ્રેક્ષ્ય એ ચાલુક્ય બોલતો હતો ત્યારે ‘સપાદલક્ષીય ” કંઈ ન બોલ્યો; માત્ર ચપળ ડોળાવાળાં નેત્રો વડે તે (ટગર ટગર) જોઈ રહ્યા. (એથી) કાત્તર કરણને પરિણામ જેને વિષે ઉત્પન્ન થયો છે એ ચૌલુક્ય બોલ્યા કે હે હરામખોર ! તું મારો બનેવી છે, વાતે તને જવા દઉં છું એમ નહિ, પરંતુ તું કૃપાપાત્ર છે એથી તને જવા દઉં છું. પહેલાં તારા દેશમાં ટેપીબંધના અગ્ર ભાગમાં બે ઇલ્મો હતી. કસાને “જી” નામ અપાતું. અવટુથી જીભ ખેંચી કાઢવાની પ્રતિજ્ઞાની સિદ્ધિનું સૂચન થાય તે માટે હવેથી તારે જીભ પાછળ બાંધવી. એ સાંભળી આનાકે તે વાત કબૂલ કરી, કેમકે પરાક્રમીઓ સાથે વિરોધ શો ? લાકડાના પાંજરામાં ઘાલી તેણે તેને ત્રણ રાત સુધી પિતાના
લશ્કરમાં રાખ્યો. તેણે વિજયનાં વદિત્રો વગડાવ્યાં; પછી “શાકંભરી” ૧૫ ના માલિકનું વિધાન કર્યું. તિહુઅણુપાલદેવને નંદન ખરેખર ઉખાત,
પ્રતિખાત અને રેપિત ગ્રતાચાર્ય હતા. ગંભીરતાને લીધે પોતાના સૈનિકાને તેણે ઠપકે ન આપે. જેમની જીવવાની આશા છૂટી ગઈ હતી તેવા તેઓ તેની સેવા કરવા લાગ્યા. તેણે સાત વાર “મેડતક” ભાંગ્યું.
(વળી) તેણે પલ્લીકટ’ સ્થાનમાં આદું વાવ્યું. તે ઉપરથી ચારણે કહ્યું કે૨૦ "कुमारपाल रणहट्टि वलिउ कुकरि सइव वहरणु ।
इक्कह पल्लो मट्टि वीसलक्खउ झगडउ कियउ ।।"
તે ત્યાં લાંબા વખત સુધી રહ્યો. શ્રી હેમચન્દ્રસૂરિ સાથે જ હતા. તેણે તેમને પૂછયું કે હે ભગવન્! “માલવા'ના રાજાઓ “ગૂર્જર”
(દેશમાં) આવી પિતાની કીર્તિ માટે પ્રાસાદ પાડી નાંખે છે તે મને ૨૫ અકૃત્ય ( જણાય ) છે. તે માટે કયા ઉપાયે નામના કરવી ? શ્રીહેમ
સૂરિપદે કહ્યું કે હે રાજેન્દ્ર ! તલ પીલવાનાં પત્થરનાં યંત્રોને તું ભાંગ; તેથી પુણ્ય અને કીતિનો લાભ થશે. તેણે તે ઘાણીઓ ભાંગી નાંખી. તેના ભાંગેલા (અવશેષો) આજે પણ (ત) સ્થાનમાં દેખાય છે. ત્યાર બાદ પારકાનાં રાજ્યનું મર્દન કરનારે ચાલુક્ય પાછો વળે. તે પત્તન” આવ્યો. તેણે (પિતાની) બેનને પતિના કુળમાં મેલવા ઉતાવળ કરી, પરંતુ અભિમાનને લઈને તે ત્યાં ગઈ નહિ, કિન્તુ તેણે તપ કર્યું. રાજાએ “સ્તન પુરની યાત્રા કરી અને તે નગર પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org