________________
પ્રવા ]
ચતુર્વિશતિપ્રબન્ધ દેવને આપ્યું. (તેમ કરી) તે પાછો “પત્તન” આવ્યો. “સપાદલક્ષ'ના સ્વામી પાસેથી જેમણે લાંચ તરીકે દ્રવ્ય લીધું હતું તે કુસેવકને નિગ્રહ કરી નિશ્ચિત બનેલ શ્રીકમારપાલ શ્રી હેમસૂરિપદની ઉપાસના તેમજ સામાયિક, પૌષધ વગેરે કરવા લાગ્યો,
એક દહાડે રાજાએ (સૂરિને) પૂછયું કે હે ભગવન! શું એ જાણ ૫ શકાય તેમ છે કે હું પૂર્વ ભવમાં કોણ હતા ? ગુરુએ કહ્યું કે હે રાજન! આ કાળ તે અતિશય વિનાને છે, કેમકે શ્રીવીરના મેક્ષગમન પછી ૬૪ વર્ષ છેલ્લા કેવલી જંબુસ્વામી મેલે ગયા. તેમની સાથે મન:પર્યવિજ્ઞાન, (૨) પરમ અવધિ (જ્ઞાન) (૩) પુલાલબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપકશ્રેણિ, (૬) ઉપશમણિ, (૭) જિનકલ્પ (૮) પરિહાર- ૧૦ વિશુદ્ધિ, (૯) સમર્સપરાય અને (૧૦) યથાખ્યાત (એ છેલ્લાં ત્રણ પ્રકારનાં) ચારિત્રો, (૧૧) કેવલજ્ઞાન અને (૧૨) મેક્ષગમન એ બાર સ્થાને
ભરતક્ષેત્રમાં વિચ્છેદ થયો. ૧૭૦ વર્ષ જતાં સ્થૂલભદ્ર સ્વર્ગે સંચર્યા એટલે (છેલ્લાં) ચાર પૂર્વો, “સમચતુરસ્ત્ર સંસ્થાન, વજષભનારાચ” સંહનન અને “મહાપ્રાણ” ધ્યાનનો ઉચ્છેદ થયો. આર્યવાસ્વામીને વિષે ૧૫ દશમું પૂર્વ અને પહેલાં ચાર સંસ્થાને નાશ પામ્યાં. ત્યાર બાદ ધીરે ધીરે સર્વ પૂર્વેને નાશ થયો. અત્યારે થોડું શ્રત અસ્તિત્વ ધરાવે છે તેમ છતાં દેવતાના આદેશથી કંઈક જાણી શકાય (તેમ) છે. રાજાએ વિનતિ કરી કે ગમે તે પ્રકારે મને પૂર્વ ભવ જણાવો. ગુરુએ (તે વાત) સ્વીકારી. ત્યાર બાદ તેઓ પોતાના આપ્ત તપોધનો સાથે “સિદ્ધપુરમાં “સરસ્વતી ને તીરે ૨૦ જઈ એકાંતમાં ધ્યાન ધરવા બેઠા. તેમણે બે મુનિઓને દિશાની રક્ષા માટે મૂક્યા. ત્રણ દિવસને અંતે વિદ્યાદેવીઓ આવી. તેમણે પ્રભુ આગળ કહ્યું કે આપના સત્ત્વથી અમે સંતુષ્ટ થયાં છીએ; કંઈક માગે. રિએ કહ્યું કે કુમારપાલને પૂર્વ ભવ કહે. તેમણે કહ્યું કે “મેદપાટ અને સીમાડે પર્વતોની શ્રેણિને વિષે “પરમાર” પલ્લીને માલિક જયતાક રાજ્ય કરતે ૨૫ હતો. તે અન્યાયી હતો. એક દિવસ ધન અને સુવર્ણથી સમૃદ્ધ એવી પિઠને તેણે ગ્રહણ કરી. એ પિઠને સ્વામી (વણજાર) નાઠે, જયકે સર્વ લૂંટી લીધું. વણજારાએ ધમાલવ ” દેશ જઈ રાજા સાથે મળી સેના લઈ તે પલ્લીને ઘેરે ઘાલ્યો. કીટમારિ કરવામાં આવી. જયતાક નાઠે. તેની પત્ની હાથ આવી. વણજારાએ તેનું પેટ ચીરીને (તેના) ૩૦ ગર્ભરૂપ પુત્રને પત્થર ઉપર અકાળી મારી નાંખે. પલ્લી, ગામ વગેરે બાળીને ફરી તે “માલવ” દેશ ગયે. (તેને જોઈને) ખુશી થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org