________________
(૧૬)
વંકચૂલને પ્રબન્ધ પારેત” જનપદમાં “ચર્મવતી મહાનદીને તટે વિવિધ અને ઘન વન વડે ગહન એવી “ટીંપુરી' નામે નગરી જ્યવંતી વર્તે છે. આ જ ભારત વર્ષમાં વિમલયશા નામને રાજા થઈ ગયો. સુમંગલા પ દેવી સાથે વૈષયિક સુખ ભોગવતાં તેને બે સંતાન ઉત્પન્ન થયાં. તેમાં (એક) પુત્ર (નામે) પુષ્પચૂલ અને (એક) પુત્રી (નામે) પુષ્પચૂલા. અનર્થનો સમૂહ ઉત્પન્ન કરનારા પુષચૂલનું લોકેાએ વંકચૂલ એવું નામ પાડયું. મહાજન દ્વારા ઠપકે અપાયેલા રાજાએ ગુસ્સામાં વંકચૂલને ૧૦ નગરમાંથી કાઢી મૂક્યો. પિતાના પરિવાર અને સ્નેહને લીધે પરવશ એવી બેન સાથે રસ્તે જતાં તે ભયંકર અટવીમાં (આવી) પડ્યો. ત્યાં ભૂખ અને તરસથી તેને પીડાતા જોઈ ભિલે (તેને) પિતાની પલ્લીમાં લઈ ગયા. ત્યાર બાદ) પૂર્વ પલ્લીપતિના પદે તેને સ્થાપવામાં આવ્યો. તેણે રાજ્યનું પાલન કર્યું. ગામ, નગર, સાથે વગેરેને તે લૂંટતે.
૧૫ એક વાર ‘અબુંદ પર્વતથી “અષ્ટાપદની યાત્રાએ નીકળેલા સુસ્થિત સરિ પિતાના ગ૭ સહિત સિંહગુહા” નામની તે જ પલ્લીમાં આવી ચડયા. (એવામાં) વર્ષાકાળ આવ્યો. પૃથ્વી જીવોથી વ્યાપ્ત બની. સાધુ સાથે આલેચના કરી વંકચૂલ પાસેથી વસતિ માંગી સૂરિ ત્યાં જ રહ્યા. તેણે પ્રથમથી જ એવી વ્યવસ્થા કરી કે મારા સીમાડામાં ધર્મક્યા ન કરવી; કેમકે તમારી કથામાં અહિંસાદિ ધર્મ છે અને એ પ્રમાણે મારા લેકે નિર્વાહ કરી શકે તેમ નથી. (ભલે) એમ છે એમ કબૂલ કરી ગુરુ ઉપાશ્રયમાં રહ્યા. વંકચૂલે બધા પ્રધાન પુરુષોને બોલાવી કહ્યું કે હું રાજપુત્ર છું, તેથી મારી પાસે બ્રાહ્મણ વગેરે આવશે; વાસ્તે તમારે પલ્લીમાં જીવહિંસા ન કરવી તેમજ માંસ, મદિરા વગેરેને પ્રસંગ ઉભે ૨૫ થવા ન દે. એમ કરતાં સાધુઓને પણ અજુગુણિત આહાર પાણી કલ્પશે. ચાર મહિના સુધી તેમણે તે પ્રમાણે જ કર્યું. વિહાર (કરવા)નો સમય આવ્યો. શ્રમણોનાં, શકુનનાં, ભમરાઓના સમુદાયોનાં, ગાયનાં ટોળાં. ઓનાં અને શરદ્દ (ઋતુ)નાં વાદળાંઓનાં રહેઠાણ અનિયમિત હોય છે ઈત્યાદિ વાક્યો (કહેવા) વડે સૂરિએ વંકચૂલની રજા લીધી. ૩૦ પછી વંકચૂલ તેમની સાથે ચાલ્યો. પિતાની સીમા પ્રાપ્ત થતાં તેણે જણાવ્યું કે અમે પારકાની સીમમાં દાખલ થતા નથી. સૂરિએ કહ્યું
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org