________________
૧૩૨
શ્રીરાજશેખરસૂરિકૃત [ સાતવારવાવમાં પ્રવેશ કરી કરુણ ધ્વનિ વડે શકને પણ છેતર્યો. એથી તે તેને કાઢવા (અંદર) દાખલ થયો. (પરંતુ તેમ કરવા જતાં) પડી ગયેલા એવા તેની તરવાર કુવાના દ્વાર આગળ આડી પડી જવાથી તેનું શરીર
(એ વડે) છેદાઈ એ મરણ પામ્યા; કેમકે વર આપતી વેળા આ દિવ્ય ૫ તરવારથી તારૂં મરણ થશે એમ મહાલક્ષ્મી એ ફરમાવ્યું હતું. ત્યાર પછી
શાન્તિકુમારને રાજ્ય ઉપર અભિષેક થયે. સાતવાહનના મરણ પછી આજે પણ કોઈ રાજ, પ્રતિષ્ઠાન” વીરક્ષેત્ર હોવાથી તેમાં પ્રવેશ કરતા નથી. અહીં જે (વાર્તા)માં અસંભવિત (જણાતું) હોય ત્યાં પરસિદ્ધાન્તને
કારણરૂપ માન; કેમકે જેને અસંગત વાણી (વદનાર) મનુષ્ય નથી. ૧૦ શ્રીવીર મેક્ષે ગયા ત્યાર પછી ૪૭૦ વર્ષે વિકમાર્ક રાજા થયો. આ
સાતવાહન તેને પ્રતિપક્ષી હેવાથી તે સમયને અને કાલિકસૂરિ પછી જેણે પર્યુષણને એક દિવસ આગળ આણું તે (કેઈ) બીજે સાતવાહન સંભવે છે. નહિ તે–
"नवसयतेणउपहि समकंतेहिं वीरमुक्खाओ।
पजोसवणचउत्थी कालयसूरेहिं तो ठविआ॥" –એ પ્રાચીન ગાથા સાથે વિરોધને પ્રસંગ આવે છે. ભાજપને વિષે બહુ ભોજે અને જનપદને વિષે બહુ જનકે રૂઢ હોવાથી સાતવાહન પછી સાતવાહન (થ છે એમ કહેવામાં) વિરોધ જણાતો નથી.
इति सातवाहनचरित्रम् ॥ १५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org