________________
પ્રસ્તાવના
ના અન્ય મુનિવર થઈ ગયા છે. દાખલા તરીકે નવાંગીતિકાર શ્રીઅભયદેવસૂરિના સંતાનીય શ્રીદેવભદ્રસૂરિના શિષ્ય શ્રાતિલક. એ મુનિવરે ૌતમપુછાનું વિવરણ રચેલું છે. શ્રીરાજશેખરસૂરિના ગુરુ શ્રોતિલકરારિ તે એમનાથી ભિન્ન છે, એ કહેવું પડે તેમ નથી.
શ્રીયુત જિનવિજય દ્વારા સંપાદિત પ્રાચીન લેખસંગ્રહ (ભા. ૨, ક્રમાંક ૧૪૪–૧૪૫) ઉપરથી જણાય છે તેમ રાજશેખરસૂરિના ગુરુ શ્રીતિલકરિએ આબુ ઉપર પ્રતિષ્ઠા કરી હતી.
પ્રસ્તુત ગ્રંથકારે પણ સં. ૧૪૧૮માં “પાટણ માં પ્રતિષ્ઠા કરી હતી, એમ શ્રીબુદ્ધિસાગરસૂરિકૃતિ ધાતુપ્રતિમાલેખસંગ્રહ(ભા. ૧)ના ૨૨૭મા ક્રમાંક ઉપરથી જણાય છે. ગ્રંથકારને કૃતિકલાપ–
પ્રસ્તુત ગ્રંથકાર શ્રી રાજશેખરસૂરિએ ચતુવિંશતિપ્રબ યાને પ્રબધેકેશ રચવા ઉપરાંત પડદર્શનસમુચ્ચય, ૨૮૪ કથા, દાનપત્રિશિકા તેમજ *રત્નાકરાવતારિકાની પંજિકા પણ રચ્યાં છે. આ સર્વે શ્રેથે તો અન્યાન્ય સ્થળેથી પ્રસિદ્ધ થયેલા છે તે વિષે કઈ ખાસ કહેવા જેવું રહેતું નથી. લગભગ વિ.સં. ૧૪૦૫માં એમણે નેમિનાથ ફાગ રચ્યાનું કહેવાય છે. વળી શ્રીધરકૃત "ન્યાયતંદલીની પંજિકા પણ
૧ વિ. સં. ૧૨૬૧ માં પ્રત્યેકબુદ્ધચરિત્ર, વિ. સં. ૧૨૭૪માં જિતકલ્પવૃત્તિ, વિ. સં. ૧૨૭૭ માં સકવવૃત્તિ, વિ. સં. ૧૨૯૬ માં આવશ્યકનિયુક્તિ વૃત્તિ અને વિ. સં. ૧૩૦૪માં દશવૈકાલિકટીકા રચનારા તિલકસૂરિ પૂર્ણિમા ગણના શ્રી શિવપ્રભ મુનીશ્વરના શિષ્ય થાય છે. એમને શ્રીતિલક સમજવાની કેટલીક વાર ભૂલ થતી જોવાય છે.
૨ ૫. હીરાલાલ હંસરાજ (જામનગર) તરફથી વિ. સં. ૧૯૬૯ માં આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલો છે. ભૂલથી છે. વેલકરે પોતાના સૂચીપવમાં આને ચતુર્વિશતિપ્રબન્ધ” ગણે લીધેલો નજરે પડે છે.
૩ શ્રીષભદેવજી કેસરીમલજી સંસ્થા (રતલામ) દ્વારા ઇ. સ. ૧૯૨૭ માં પ્રત્યાખ્યાનસ્વરૂપ, સારસવતી વભમ ઇત્યાદિ કૃતિઓની સાથે આ પ્રસિદ્ધ કરાયેલ છે.
૪ શ્રીવાદિદેવસૂરિએ રચેલા પ્રમાણુનયતવાલોકાલંકાર ઉપર શ્રી. રત્નશેખરસૂરિએ આ ટીકા રચી છે.
૫ મહર્ષિ કણદે છે પદાર્થના વિસ્તારરૂપ જે સૂરો રચ્યાં છે તેના ઉપર પ્રશસ્તપાદે ભાષ્ય રહ્યું છે, એના ઉપર એકંદર ચાર વૃત્તિઓ છે. (અ) આચાર્ય શિવે રચેલી ચેમવતી, (આ) શ્રીધરાચાર્યકુત ચાથકંદલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org