________________
પ્રવધ ]
ચતુવિ શતિપ્રબન્ધ
આવ્યા. પ્રધાનાએ આચાર્યને વિનવ્યા કે હે નાથ ! રાજાએ કરેલ વિનંતના અર્થને અનુસરશે; કેમકે આપ ઉચિતના જાણકાર છે.
૧૫
શ્રીસિદ્ધસેનસૂરિએ પટ્ટિને સુરિ-પદે સ્થાપ્યા. તેમના શરીરમાં (આચાર્ય)લક્ષ્મીના જાણે સાક્ષાત્ સંક્રમ થતા જોવાયા. એકાંતમાં એમને (ગુરુએ) ઉપદેશ આપ્યા કે હે વત્સ! તારા રાજા તરફથી ધણું સત્કાર થશે. એથી લક્ષ્મી પણ પ્રવર્તશે; તેથી કરીને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવા કઠિંન છે, (વાસ્તે) તું મહાબ્રહ્મચારી થા. વિકારનું કારણ હાવા છતાં જેમને વિકાર ન થાય તે જ ખરા ધીર છે. આ મહાવ્રતથી તું વધારે મોટા થઇશ. વિક્રમથી ૮૧૧ વર્ષે ચૈત્ર કૃષ્ણ અષ્ટમીને દિવસે એ સૂરિ થયા. ગુરુએ તેમને આમ રાજા પાસે મેકલ્યા. તેઓ ત્યાં પહેાંચ્યા. ‘ગાપગિરિ’ના વનના એક નિર્જીવ પ્રદેશમાં તે રહ્યા. રાજાએ સામે આવી માટા ઉત્સવપૂર્વક તેમને નગરીમાં પ્રવેશ કરાવ્યો. શ્રીબપ્પભટ્ટિસૂરિએ ક્લેશના નાશ કરનારી દેશના ત્યાં આપીઃ આ લક્ષ્મી માટે ભાગે પુરુષોને ઉપકાર કરવાનું અદ્વિતીય સાધન છે. તેના જેએ ઉપયોગ કરે છે તેમના વડે આ પૃથ્વી રત્નગર્ભા છે. આમે ગુરુના ઉપદેશથી ૧૦૧ હસ્તપ્રમાણ પ્રાસાદ ‘ગાર્ડારિ’માં કરાવ્યેા. (અને) તેમાં ૧૮ ભારપ્રમાણ શ્રીવર્ધમાનનું બિંબ એસડાવ્યું. (વળી તેણે તેની) પ્રતિષ્ઠા કરાવી. તે ચૈત્યમાંના મૂળ મંડપ સવા લાખ સુવર્ણ- ટંકાના બન્યા છે એમ વૃદ્ધો કહે છે. આમ હાથી ઉપર આરૂઢ થઇ સર્વ સમૃદ્ધિપૂર્વક ચૈત્યવંદન કરવા જતા. (આથી) મિથ્યાત્વીઓની આંખમાં મીઠું પૂરાતું અને સમ્યગ્દષ્ટિએની આંખમાં અમૃત રેડાતું. એમ પ્રભાવના (થતી). સવારે રાજા પેાતાનું મૌલિક અમૂલ્ય સિંહાસન સિર માટે મંડાવતા. તે જોઇને ક્રોધથી બળી ગયેલા બ્રાહ્મણેાએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આ શ્વેતાંબર શૂદ્ર છે. એમને સિંહાસન શાનું? તેમ છતાં હૈાય તે તે નાનું હા; નહિ કે મેટું. વારંવાર આ પ્રમાણેની તેમની વિનંતિથી કર્થના પામેલા રાજાએ મૂળ સિંહાસનને ભંડારમાં મૂકાવી ખીજું નાનું રખાવ્યું. પ્રાતઃકાલે સૂરિ તે જોઇને ગુસ્સે થયા હાય તેમ તેમણે રાજા આગળ કહ્યું: વિનયરૂપ શરીરને નાશ કરનારા સર્પરૂપ માનરૂપ હાથીના ગર્વનું તું મર્દન કર. જેની બરાબરીના ક્રાઇ જગમાં ન હતા તેવા દશમુખ (રાવણ) પણ ગર્વને લીધે ક્ષીણ થઈ ગયા. આ સાંભળીને શરમાઇ ગયેલા રાજાએ સર્વદા ફરીથી મૂળ સિંહાસનની અનુજ્ઞા આપી અને અપરાધની ક્ષમા યાચી,
Jain Education International
ય
For Private & Personal Use Only
૧૦
૨૦
૨૫
૩૦
www.jainelibrary.org