________________
પ્રચય ]
ચતુર્વિશતિપ્રબન્ધ (હવે) આ (વરાહમિહિર) વેતાંબરની નિન્દા કરવા લાગે કે આ બાપડા કાગડાઓ શું જાણે છે? માખીની માફક બણબણ કરતાં અને (ઉપાશ્રયરૂપ) બંદીખાને પડેલા હોય તેવા કુચેલકે (જેમ તેમ ) વખત પસાર કરે છે, ભલે તેઓ તેમ કરે. એ સાંભળીને શ્રાવકેના મસ્તકમાં શૂળ ઉત્પન્ન થયું (એટલે કે તેમને ઝાંઝ ચઢી). (તેઓ પ કહેવા લાગ્યા કે, અમારા જીવનને ધિક્કાર છે કે અમે ગુરુની અવજ્ઞા સહન કરી રહ્યા છીએ. (પણ) શું કરીએ ? આ કળાવાળો છે એટલે રાજા એને પૂજે છે; અને જેને રાજા પૂજે તેને બધા પૂજે. ભલે એમ છે તે પણ અમે સૌથી પ્રથમ શ્રીભદ્રબાહુને બોલાવીએ છીએ. આ પ્રમાણે મન્ત્રણા કરીને તેમણે તેમ જ કર્યું. શ્રીભદ્રબાહ (ત્યાં) આવ્યા. ૧૦ સ્પર્ધાપૂર્વક (અર્થાત એક બીજાથી ચઢિયાતા એવો) શ્રાવકોએ પ્રવેશમહત્સવ કર્યો. સુસ્થાનમાં ગુરુને ઉતાર્યા. અને રોજ સભ્યો વ્યાખ્યાનના રસને આસ્વાદ લેવા લાગ્યા. ભદ્રબાહુના આગમનથી તે વરાહ પ્લાન થઈ ગયે, પરંતુ તેમના પ્રતિ અપકાર કરવા તે સમર્થ થયે નહિ.
એવામાં વરાહમિહિરને ઘેર પુત્ર અવતર્યો. તેના જન્મથી સંતોષ ૧૫ પામેલા તેણે ઘણું ધન ખરચ્યું. વળી લોક તરફથી તે સન્માન પામવા લાગે. પુત્રનું સો વર્ષનું આયુષ્ય છે એમ તેણે રાજા પ્રમુખ લેક આગળ ભરી સભા સમક્ષ નિવેદન કર્યું. તેને ઘેર ઉત્સવ મંડાયે.
એક દહાડે સભામાં વરાહ કહેવા લાગ્યો કે અહો ભદ્રબાહુ મારા સગા ભાઈ હોવા છતાં પુત્રના જન્મ–ઉત્સવ પ્રસંગે (મારે ત્યાં) આવ્યા રે, નહિ, વાતે તેઓ (મારાથી) બાહ્ય છે. આવું સાંભળીને શ્રાવકેએ ભદ્રબાહુને વિનતિ કરી કે એ આમ આમ કહે છે; વાસ્તે આપ એક દિવસ તેને ઘેર જઈ આવે, નાહક તેના ક્રોધમાં વૃદ્ધિ ન કરે. શ્રીભદ્રબાહુએ ફરમાવ્યું કે બે (વાર) કલેશ તમે શા સારૂ કરાવે છો ? સાતમે દિવસે રાત્રે બિલાડીને હાથે આ બાળકનું મૃત્યુ થનાર છે. ર૫ (એ પ્રમાણે) તેનું મરણ થતાં શોક દૂર કરાવવા માટે પણ જવું જ પડશે. ત્યારે શ્રાવકોએ કહ્યું કે એ બ્રાહ્મણે આ બાળકનું સે વર્ષનું આયુષ્ય છે એમ રાજા આગળ કહ્યું છે. અને આપ આમ ફરમાવ છો એ શું? શ્રીભદ્રબાહુસ્વામીએ કહ્યું કે પ્રત્યય એ જ્ઞાનને સાર છે અને એ પાસે જ (આવેલે) છે. (એ સાંભળી) શ્રાવકે મૂગા રહ્યા. (પછી) ૩૦ સાતમે દિવસ આવી પહુંચે. (તે જ દિવસે) બે પ્રહર જેટલી રાત્રિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org