________________
ચતુર્વિશતિપ્રબન્ધ
૧૦૯
કહ્યું). પંડિતે પુસ્તિકા લીધી (એટલે) પ્રધાને કહ્યું કે અમારા ભંડારમાં પણ આ શાસ્ત્ર છે એમ અમને યાદ આવે છે. (વાતે) ભંડાર જુઓ. વિલંબ પૂર્વક નવીન પ્રતિ ખેંચાઈ અને જે તે “નિપીય ક્ષિતિરક્ષિ: કથા” ઈત્યાદિથી શરૂ થતું) નિધધ નીકળ્યું. (એ) જતાં (જ) પંડિત હરિહરે કહ્યું કે હે પ્રધાન! આ તમારી જ માયા છે; કેમકે આવાં કાર્યોમાં અન્યની મતિ ચાલે નહિ. તમે પ્રતિપક્ષીઓને યોગ્ય રીતે દંડ્યા છે; જૈન, વૈષ્ણવ અને શિવ શાસન સ્થાપ્યાં છે, સ્વામીને વંશનો ઉદ્ધાર કર્યો છે; આ પ્રમાણે તમારી બુદ્ધિને પ્રકાશ છે (ત્યાં બાકી શું રહે છે?)
એવામાં વીધવલે મોકલેલી સેના વડે ચંપાયેલા મહારાષ્ટ્રના ૧૦ માલિકે સવા કરોડ સુવર્ણ જેટલે દંડ મેકલાવ્યો. શ્રીવાસ્તુપાલે તે તે સુવર્ણ ચારે દિશાના યાત્રાળુઓને તેમજ યાચકને વિવેકપૂર્વક આપી દીધાં. તે જોઈ હરિહરે વર્ણન કર્યું કે હું, અદ્વિતીય લક્ષ્મી વડે આલિંગન કરાયેલા એવા આની, યાચના માટે ઉો હાથે કરેલા અને પિતાના આકારની ગરમીને જેણે ખર્તિત કરી છે એવા શાગિ (પુરુષોત્તમ) સાથે ૧૫ સમાનતા છે એમ કાઈ કહે છે તે વાત) હું સહન કરતું નથી, કેમકે પુરુષોત્તમના કરતાં અધિક ગુણના ઉદ્દગારવાળા એવા એણે તે યુદ્ધરૂપ સમુદ્રમાંથી લક્ષ્મીને ખેંચી લાવી યાચકેમાં કટકે કટકે વહેંચી આપી છે. તે વેળા વીરધવલનું ‘સપાદાટિકાંચનવર્ષ” એવું બિરુદ ભાટો વગેરેમાં પ્રસિદ્ધિને પામ્યું. પછી હરિહર સેમેધરને નમન કરવા ૨૦ દેવપત્તન” ગયો. ત્યાં પંડિત સોમેશ્વરદેવની દુર્જનતા યાદ આવતાં ખેદ પામી તેણે એ કાવ્ય કહ્યું કે ક્યાં જવું, ક્યાં આવવું, ક્યાં બોલવું, કેની આગળ કહેવું, ક્યાં નિષ્કપટપણે કાવ્ય રચવાં, કોની સભામાં દાખલ થવું? સમસ્ત વિશ્વ ખલરૂપ સર્ષથી ગ્રસ્ત છે એટલે બુદ્ધિશાળીઓને કશી ગતિ રહેતી નથી. એમ તત્વ જાણીને શિવ ! શિવ ! હરિહર ૨૫ મૂઢ બને છે. ગુણો વડે રાજાની કૃપાની કણિકાનું આરહણ કરીશું, લક્ષ્મીના અંશો જોઈશું, કંઈક સાહિત્ય ભણીશું, બીજાને (વાદમાં) હરાવીશું એ પ્રમાણે ચિતે કેટલી એ મેહમયી અનર્થની કંથીને કરી નથી? (પણ) હવે જેણે નિર્મળ જ્ઞાનને સ્વાધીન કર્યું છે એવું ચિત્ત
સ્વર્ગગંગાની ઈચ્છા રાખે છે. એમ કહી અડધું ધન આપી દઈને અને ૩૦ બાકીનું અડધું લઈને “ધવલકુવકમાં થઈ રાણા અને મંત્રીની રજા લઈ કાસી’ પહોંચી તેણે સ્વાર્થ સાધ્યો.
| | તિ હરિરકાર: // ૨૨ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org