________________
અભિપ્રાયે
શબ્દનાં સંસ્કૃત –દા. ત. છેડયિત્વા, ખટપટાતિ, છુટન્તિ, મુખ્ય પાતયન ઇત્યાદિ. બીજું, ગ્રન્યના અંતમાં આપેલા લેકને આધારે ગ્રન્થકાર વિષેની માહિતી અને તે પ્રસંગમાં બીજા બે રાજશેખર નામના કવિઓથી આ ગ્રન્થકારે સ્પષ્ટ ભેદ. આ ગ્રન્થકારે બીજી ૮૪ કથાઓ પણ રચી છે તે વાત ઉપરથી તેને આ વિષયમાં કેટલે બધે ૫ રસ હશે તે જણાઈ આવે છે. પરિશિષ્ટોમાં ચાહમાનવંશ, વૈરેટયાસ્તવ વગેરે રતો, ઑકાની અનુક્રમણિકા, ગ્રન્થ, નગર વગેરેનાં વિશેષ નામે, અને સંસ્કૃતમાં પ્રકીર્ણ ટિપ્પણું જોવામાં આવે છે. પ્રબન્ધચિતામણિની માફક આ પુસ્તક પણ ઉપયોગી છે અને તેને આવા રૂપમાં મુદ્રિત કરી અભ્યાસકોને સરળતા કરી આપવા માટે પ્રા. ૧૦ કાપડીઆ અને સભાને અભિનંદન આપીએ છીએ. ૧૯ : ૧૧ : ૩૨
ગેવિંદલાલ હરગેવિન્દ ભટ્ટ કૌમુદી ફેબ્રુઆરી ૧૯૩૩, પૃ. ૧૬૪-૬૫
ચતુર્થાિાતિવૃષઃ પ્રસિદ્ધ કરનાર ફાર્બસ ગુજરાતી સભા, ૧૫ મુંબઈ, કિંમત રૂ. ૨-૮-૧, રાજશેખરસૂરિએ ગુંથેલે પ્ર બંધકોશ અથવા ચતુર્વિશતિપ્રબંધ હીરાલાલ રસિકદાસે ઉમેરેલા પરિશિષ્ટ તથા પ્રસ્તાવના સાથે સભાએ પ્રગટ કર્યો છે. આ ગ્રંથ પણ પ્રબંધચિંતામણિ જેટલે જ ગુજરાતનો ઇતિહાસ નક્કી કરવાના કામમાં ઉપયોગી થઈ પડશે. આ ગ્રંથ પણ સંસ્કૃત પ્રાકૃત મિત્ર છે. આને ૨૦ ગુજરાતી અનુવાદ છપાવાનો છે, એ જાણી આનંદ થશે. ભાઈ હીરાલાલે ટીકામાં પ્રાકૃત તથા જૂની ગુજરાતીમાંના કેાનું સંસ્કૃત કરી બતાવ્યું છે. આ ગ્રંથ પણ બીજી આવૃત્તિ રૂપે છે, પહેલાં ૧૯૨૧ માં પ્રગટ થયેલ.
આમાં ૨૪ પ્રબંધમાં દસ સૂરિના, ચાર કવિના, સાત રાજાના ૨૫ અને 8 શ્રાવકના છે. આ પ્રબંધની ભાષા જરા આધુનિક છે, ને તેમાં ગુજરાતી શબ્દોને સંસ્કૃત ક્રિયાપદ બતાવ્યાના દાખલા મોજુદ છે. ટાવલાયમાન, છોટયિત્વા, ખટપટાપતિ જેવા તરફ ભાઈ હીરાલાલે ધ્યાન ખેંચ્યું છે. એતિહાસિક સામગ્રી ઉપરાંત જૂની ગુજરાતી ભાષા માટેની સામગ્રી આ ગ્રંથ પૂરી પાડે, એમ અમને લાગે છે.
–સાહિત્ય પુ. ૨૦, . ૧૧, નવેંબર ૧૯૩૨, પૃ. ૬૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org