________________
ર૪૪
અભિપ્રાય
પ્રબન્ધચિન્તામણિકર્તા મેરૂતુંગ આચાર્ય કે પ્રકાશક શ્રીફાર્બસ સભા. ચતુર્વિશતિપ્રબન્ધ-કર્તા રાજશેખર સૂરિ ઈ મુંબઈ, ૧૯૩૨,
આ બે કીંમતી સંસ્કૃત પુસ્તક પહેલાં છપાઈ ગયેલાં તે છે, પણ તેની નકલે ઘણુ વખતથી અપ્રાપ્ય અને લગભગ અદશ્ય થઈ ગયેલી, તે ફરીને છપાવી શ્રીફાબર્સ સભાએ પિતાના ઉદ્દેશોને ઘટતી અને પિતાને કરવાનાં કાર્યોમાં ઉત્તમ પ્રકારની સેવા બજાવી છે. દરેક
પડી ગ્ય વિદ્વાનને સોંપાયેલી એટલે પ્રથમ મુદ્રણના કરતાં આ આવૃત્તિમાંના પાઠ વધારે છણાવેલા છે, કેટલાક પાઠભેદ ઉમેરાયેલા છે, એક બે સારી હસ્તલિખિત પ્રતાને લાભ પહેલી વાર જ લેવાએલો છે. વળી એ વિદ્વાન કાર્યપરાયણ સંપાદકે એ મૂળ સાથે ઉપયોગી પરિશિષ્ટ અને સૂચિઓ પણ જોડી આપી છે. એ સર્વ માટે સો લાગતા વળગતાને ધન્યવાદ દેતા ઘણે આનન્દ થાય છે.
–બલવન્તરાય કલ્યાણરાય ઠાકર. પુસ્તકાલય કટોબર, ૧૯૩૨, પૃ. ૫૧૯-૫૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org