________________
શ્રીરાજશેખસૂરિકૃત ચતુર્વિશતિબન્ધ પરત્વે
(
9
ચતુર્વિશાતિપ્રજરા: વા કવરષાઃ | શ્રીરાજશેખરસૂરિકૃત પ્રથમ સંકરણ, પૃષ્ટ ર૫૯+૪૬, સંક-છે. હીરાલાલ રસિકદાસ કાપડીઆ, એમ. એ, કિંમત ર-૮-૦, પ્રકાશકઃ શ્રીફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૩ર.
જૈન પંડિત રાજશેખરસૂરિ વિક્રમ સંવત ૧૪૦૫ માં છએ દર્શનને પોષણ આપનાર મહણસિંહ નામના સામન્તની પ્રેરણાથી દિલહીમાં સંસ્કૃત ગદ્યમાં રચાએલે ચતુર્વેિશતિપ્રબંધ નામનો ગ્રન્થ એતિહાસિક શોધ કરનારા પંડિતો અને જૈન ભાઈઓને જાણીતા છે. તેનું બીજું નામ પ્રબંધકોશ છે અને તે નામ વધારે પ્રચારમાં આવ્યું હોય એમ જણાય છે. આ ગ્રન્થનું પ્રથમ મુદ્રણ હેમચંદ્રાચાર્ય પ્રખ્યાવલિમાં ઈ. સ. ૧૯૨૧માં કરવામાં આવ્યું હતું. ફાર્બ્સ સભાએ પ્રબંધચિન્તામણિ ની માફક આ ગ્રન્થનું સંસ્કરણ કરાવ્યું છે તે પ્રશંસનીય જ છે.
જૈન દર્શનમાં રસ લેતા, આ ગ્રન્થને સંસ્કર્તા પ્રો. કાપડીઆએ ત્રણ પોથીઓ અને એક મુદ્રિત પુસ્તકને આધારે આ ગ્રન્થ છાઓ છે, અને દરેક પૃષ્ઠ ઉપર પાઠભેદો આપ્યા છે. ભવિષ્યમાં તેઓ આનું એક સવિસ્તર ઉદ્દબાત સાથે ગુજરાતી ભાષાંતર આપવાના છે એ જાણી
હર્ષ થાય એ સ્વાભાવિક છે. આ આવૃત્તિમાં પ્રથમ સંસ્કૃતમાં પ્રસ્તાવના ૨૦ અને પાછળ પરિશિષ્ટો આપી પુસ્તકની ઉપાગિતામાં વધારો કર્યો છે.
આ પ્રબન્ધમાં દસ સરિઓનાં, ચાર કવિઓનાં, સાત રાજાઓનાં અને ત્રણ શ્રાવકનાં એમ ચોવીસ પુરુષોનાં ચરિત્ર જોવામાં આવે છે. તેમાં હરિભદ્રસૂરિ, બપ્પભદિ, હેમચંદ્ર, સાતવાહન, વિક્રમાદિત્ય, વસ્તુપાલ વગેરે વ્યક્તિઓની વિગત આપવામાં આવી છે. આમાંના કેટલાક પર વૃત્તાન્ત પ્રબંધચિન્તામણિ અને પ્રભાવ ચરિત્રમાં પણ મળે છે. એ બધાંની તુલના કરી અતિહાસિક પદ્ધતિથી સૂક્ષ્મ વિવેચન ગુજરાતી ભાષાંતરના ઉપોદ્દઘાતમાં આવશે એમ આશા રાખવામાં આવે તે
અયોગ્ય ગણાશે નહિ. બીજું, પ્રસ્તાવનામાં છે. કાપડીઆ વાચકનું ૩૦ બે વસ્તુઓ તરફ ધ્યાન ખેંચે છે. એક તે ગુજરાતી ભાષાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org