________________
શ્રીરાજશેખરસૂરિકૃત [૨ શ્રીનીલવર કોઈ સાધુએ કે સાધ્વીએ જવું નહિ. બહુ સારું એમ સર્વ સ્વીકાર્યું, પરંતુ બે સાધ્વીઓ સરલ સ્વભાવને લઈને કુતૂહલથી તે જ દિશામાં ગઈ. એગીએ આવીને ચૂર્ણ-શક્તિ વડે તેમને વશ કરી લીધી; એથી
તેઓ તેની પાસેથી આઘે જઈ શકતી નહિ. પ્રભુએ પિતાના આશ્રમમાં ૫ દર્ભનું પૂતળું બનાવ્યું. તેનો હાથ છેદતાં યોગીને પણ હાથ છે.
(આથી) તેણે (પેલી) સાધ્વીઓને છોડી મૂકી. (એટલે તેમનું ) માથું ધોઈ પરવિદ્યાનું વિદલન કરી (સુરિએ) તેમને સ્વસ્થ કરીયોગીના પાશમાંથી છોડાવી.
ત્યાર બાદ એક દિવસે ‘ઉજજયિની'માં વિક્રમાદિત્યે સંવત્સર ૧૦ પ્રવર્તાવવો શરૂ કર્યો. તે સંબંધે દેશને ઋણથી મુક્ત કરવા માટે નિંબ
મંત્રીને વિક્રમે “ગૂર્જર ભૂમિમાં મોકલ્યો. એ નિંએ “વાયટ'માં શ્રી મહાવીરનું મંદિર કરાવ્યું. ત્યાં શ્રીજીવદેવ સૂરિવરે (એ દેવાધિ)દેવની પ્રતિષ્ઠા કરી.
“વાયટમાં લલ્લ નામનો મહામિથ્યાત્વી શેઠ વસતે હતે. તેણે એક વાર હોમ કરવો શરૂ કર્યો. બ્રાહ્મણે ભેગા મળ્યા, ધૂમાડાથી આકુળ બનેલે સર્પ પાસેના આમળાના ઝાડમાંથી નીકળી (અગ્નિ-) કુંડની પાસે પ. નિર્દય બ્રાહ્મણોએ તે બાપડાને ઉપાડીને અગ્નિમાં હોમી દીધો. તે જોઈને વિરાગી બનેલ લલ્લ બ્રાહ્મણને ઉદ્દેશીને બોલ્યો કે અહે આ તેમની કેવી નિર્દયતા છે! આ પ્રમાણે જેઓ જીવહિંસાના રાગી છે તેવા આ ગુરુઓથી સર્યું. એમ કહી બ્રાહ્મણોને વિસર્જન કરી તે પોતાને ઘેર ગયે. બધાં દર્શનના આચારો તે જોવા લાગે. (એવામાં) એક દહાડો મધ્યાહને શ્રીજીવદેવસૂરિના બે સાધુઓ તેને ઘેર ભિક્ષા માટે ગયા. તેમણે શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરી તેથી તે રાજી થશે. ઉલ્લે
તે બે મુનિઓને પૂછયું કે તમારા ગુરુ કેણ છે? શ્રીદેવસૂરિ છે ૨૫ એમ તેમણે કહ્યું. (એ ઉપરથી) લલ્લ ત્યાં ગયો અને સમ્યકત્વ સહિત
(પૂર્વક) શ્રાવકનાં બાર વતી તેણે ગ્રહણ કર્યા. એક દહાડે લલે કહ્યું કે મેં સૂર્યપર્વને દિને લક્ષ દ્રવ્યનું દાન દેવા માટે સંકલ્પ કર્યો છે. તેમાંથી અડધું મેં ખચ્યું છે; બાકીનું અડધું તમે ગ્રહણ કરે.
તે નિર્લોભ (મુનિવરે) લીધું નહિ. (આથી) લાલ ઘણા ખુશી થ. ૩૦ ગુએ કહ્યું કે આજે સાંજના તું એક પગ ધોઈ રહ્યો હોય તેવામાં
જે ભેટવું આવે તે અમારી પાસે લાવજે. એ સાંભળીને લલ્લ ઘેર ગયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org