________________
(૧૨)
શ્રીહરિહરને પ્રબન્ધ શ્રીહર્ષના વંશમાં થયેલ હરિહર “ગૌડ” દેશને વતની હતો. અને તે સિદ્ધસારસ્વત” હતો. તે “ગૂર્જર ભૂમિ તરફ ચાલ્યા. ૨૦૦ ઘડાઓ, ૫૦૦ માણસે અને ૫૦ ઊંટે. (એટલું લઈ) મકળે હાથે ૫ અન્નદાન દેતો તે “ધવલકુવક” નામના પાસેના ગામમાં આવ્યો. રાણા શ્રી વીરધવલને, શ્રીવાસ્તુપાલન અને શ્રી સોમેશ્વરદેવને જુદા જુદા આશીવદ (કોઈ) પ્રગલ્મ બાળકને હાથે તેણે મોકલ્યા. (આથી) વસ્તુ પાલને હર્ષ થયો. (એટલે તેણે ઊઠીને, બાળકને સાથે લઈ શ્રી વીરધવલને પંડિતને આશીર્વાદ દેખાડ્યો–કહી સંભળાવ્યો. વળી તેણે તેના ૧૦ ગુણોનું (પણ) વર્ણન કર્યું. રાણાએ કહ્યું કે અત્ર શું ઉચિત છે? પ્રધાને કહ્યું કે હે દેવ! સવારે પંડિતને પ્રવેશ મહોત્સવ વિસ્તારથી કરાવ જોઈએ તેમજ પુષ્કળ દાન આપવું જોઈએ. રાણાએ કહ્યું કે બરાબર. ત્યાર બાદ મંત્રિરાજ તેમજ બાળક પાછા ફર્યા. બાળકે ત્રીજે આશીર્વાદ પંડિત સેમેશ્વરને દેખાડ્યો. તેની કવિતા જેમાં તેની મત્સરતાનું ઉદ્દીપન ૧૫ થયું. તેણે નિઃશ્વાસપૂર્વક નીચું જોયું અને તે બાળક સાથે બોલ્યો પણ નહિ. ઊડીને બાળક હરિહર પાસે આવ્યો. તેણે રાણાનું અને પ્રધાનનું સૌમનસ્ય તેમજ સોમેશ્વરનું દૌર્મનસ્ય કહી બતાવ્યું. (આથી) હરિહર સોમેશ્વરદેવ ઉપર ગુસ્સે થયો. સવાર પડી. રાણો મન્ત્રી તેમજ ચારે વર્ણ સાથે સર્વ ઋદ્ધિપૂર્વક સામો ગયો. હરિહરનો મેળાપ થશે. ત્યાં ૨૦ વિરધવલને ઉદ્દેશીને (તેણે કહ્યું કે, હે વીર! મને એમ લાગે છે કે તમારે પ્રતાપરૂપ ઉગ્ર અગ્નિ (પ્રકટ) થનાર છે એમ) જાણીને શંભુ
સ્વર્ગગા ને મસ્તકે ધારણ કરવા છતાં “માનસ' (સરોવર ) સમીપ બેઠા છે, લક્ષ્મીના પતિ (વિષ્ણ) ચરણ આગળ બેઠેલી એને વહન કરતાં છતાં સમુદ્રમાં સંતાયા છે અને કમંડળમાં રહેતી એવી એને ૨૫ ધારણ કરતા સતા બ્રહ્મા કાદવમાં ખૂંચ્યા છે.
જેણે સરસ રણાંગણે ચઢેલા “ચૌલુક્ય ચૂડામણિનું દર્શન કર્યું છે તેણે ક્ષત્રિયોનો ક્ષય કરવા માટે સામા બાણ ફેંકતા સાક્ષાત્ ભાર્ગવનું દર્શન કર્યું છે, તેણે નિશાચરના અધિપતિ (રાવણ)ને વધ કરવામાં તત્પર બનેલા રઘુગ્રામણ (રામ)નું દર્શન કર્યું છે અને તેણે જયદ્રથના ૩૦ વધે માટે પ્રવૃત્ત બનેલા સુભદ્રાને સ્વામી (અર્જુન)નું દર્શન કર્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org