________________
વર્ષ ] ચતુર્વિશતિપ્રબન્ધ
૧૩૫ ઉપર દયા લાવીને કોઈક કોમળ ધર્મોપદેશ આપે. તે ઉપરથી તેમણે પાપને નાશ કરનારી એવી ચૈત્ય કરાવવાની દેશના આપી. “શરાવિકા પર્વતની સમીપમાં રહેલી તે જ પલ્લીમાં “ચર્મણ્વતી નદીને તીરે તેણે પણ ઊંચું અને મને હર મંદિર કરાવ્યું. તેમાં શ્રી મહાવીરની પ્રતિમાનું
સ્થાપન કરાયું. તે તીર્થરૂપે રૂઢ થયું. ચારે દિશામાં ત્યાં સો આવવા લાગ્યા. કાલાંતરે કાઇ નૈગમ પત્ની સહિત સમસ્ત સંપત્તિ પૂર્વક તેની યાત્રા માટે ઉપડી કેમે કરીને “રતિ’ નદીએ આવી પહોંચ્યા. વહાણ ઉપર આરૂઢ થયેલા તે દંપતીએ મંદિરનું શિખર જોયું. પછી એકદમ સેનાના કચોળામાં કુંકુમ, ચંદન અને કપૂર નાંખીને નૈગમની પત્નીએ તેમાં (જળ) નાંખવું શરૂ કર્યું, પ્રમાદથી તે (કોળું) જળની તળિયે પડવું. ત્યારે ૧૦ વણિકે કહ્યું કે અહે આ કાળું અનેક કટિ મૂલ્યવાળાં રત્નોથી જડેલું હોઈ રાજાએ ઘરેણે આપ્યું હતું. (હવે, ત્યારે રાજાથી કેમ છૂટવું ? એ પ્રમાણે દીર્ધ કાળ પર્યત ખેદ પામી પલ્લીપતિ વંકચૂલને તેણે કહ્યું કે આ રાજાની વસ્તુની શોધ કરી. તેણે પણ માછીને હુકમ કર્યો. તે તે શોધવા નદીમાં પેઠે. શોધ ૧૫ કરતાં તેણે જળના તળિયે સોનાના રથમાં રહેલ જીવંતસ્વામી શ્રીપાશ્વનાથનું બિંબ જોયું. (અને) તે બિંબને હદયે તે કચોળું જોયું. માછીએ કહ્યું કે આ દંપતી ધન્ય છે કે કેસર, કપૂર અને ચંદનના વિલેપનને યોગ્ય એવી પ્રભુની છાતી ઉપર એ (જઈને) બેઠું. ત્યાર બાદ તે લઈને તેણે તે નૈગમને આપ્યું. તેણે તેને બહુ ધન આપ્યું. ર, નાવિકે બિંબનું સ્વરૂપ કહ્યું. તે ઉપરથી શ્રદ્ધાળુ વંકચૂલે તેને જ તેમાં) પ્રવેશ કરાવી તે બિબ બહાર કઢાવ્યું. સેનાના રથને તે ત્યાં જ રહેવા દીધે. પૂર્વે ભગવાને રાજાને સ્વરૂપમાં કહ્યું હતું કે ફૂલની માળા નંખાતાં
જ્યાં તે જઇને રહે ત્યાં બિંબની શોધ કરવી. તે અનુસાર બિંબ લાવીને તેણે તે વંકચૂલ રાજાને આપ્યું. ખરેખર નવીન ચૈત્ય હું કરાવું ત્યાં સુધી આ રપ અહીં રહે એવા વિચારથી તેણે પણ તેને શ્રીવીરની પ્રતિમાના બહારના મંડપમાં સ્થાપન કર્યું. અન્ય ચૈત્ય તૈયાર કરાતાં રાજકીયએ જ્યારે તેની ત્યાં સ્થાપના કરવા માટે તેને ઉપાડવાને આરંભ કર્યો ત્યારે તે બિંબ ઉપવું નહિ. દેવતાના અધિષ્ઠાનને લીધે આજે પણ ત્યાં જ તે તે પ્રમાણે જ રહેલું છે. માછીએ ફરીથી પહેલી પતિને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! 2, નદીમાં દાખલ થયેલા એવા મેં ત્યાં બીજું બિંબ પણ દીધું હતું. તેને પણ બહાર કાઢવું ઉચિત છે (જેથી) તે પૂજાથી આરૂઢ થાય. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org