________________
શ્રી રાજશેખરસૂરિકૃત [૧૬ ઘરઉપરથી પલ્લી પતિએ પિતાની પર્ષદાને પૂછયું કે આ બે બિબેનું સંવિધાન કઈ જાણે છે? કોણે ખરેખર આ બેને નદીમાં જળને તળિયે મૂક્યાં ? એ પ્રમાણે સાંભળીને એક પ્રાચીન (વાત)ના જાણકાર સ્થવિરે કહ્યું કે હે દેવ ! એક નગરમાં પૂર્વ રાજા હતા. (તેના ઉપર ચડી આવેલા પર સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે સમસ્ત સેનાના સમૂહને તૈયાર કરી તે ગયે. તેની પટ્ટરાણી પિતાનું સર્વસ્વ તેમજ એ બે બિબેને સેનાના રથમાં મૂકી જળદુર્ગ છે એમ (મનસૂબે) કરીને “ચમવતી'માં કૌટુંબિકને તે સોંપીને (૬) રહી. લાંબા વખત સુધી તે (રાજા) યુદ્ધ કરતે હો તેવામાં
કાઈક લુચ્ચો ખરેખર એવી વાત લાવ્યો કે આ રાજાને પેલા પરસૈન્યના ૧૦ માલિકે મારી નાંખ્યો. તે સાંભળીને દેવીએ તે કૌટુંબિકનું આક્રમણ
કરી જળને તળિયે તે નાંખ્યું. અને તેણે પોતે પણ દેહ છોડ્યો. તે રાજા પરસૈન્યને જીતીને જે પિતાના નગરમાં આવ્યું તે દેવીને પ્રાચીન વૃત્તાન્ત સાંભળીને સંસારથી વિરક્ત બની તેણે ભાગવતી દીક્ષા
સ્વીકારી. તેમાંનું એક બિંબ દેવ દ્વારા બહાર લવાતાં પૂજાઈ રહેલું છે. ૧૫ જે બીજું પણ બહાર નીકળે છે તેમ હેય) તો તેવો ઉપક્રમ કરે. તે
સાંભળીને પરમ શ્રાવક ચૂડામણિ વંકચૂલે પેલા જ માછીને તે લાવવા (તે જળમાં) પ્રવેશ કરાવ્યું. તે બિંબને કેડ સમાન જળને તળિયે રહેલું તેમજ બહારનું બાકીનું શરીર નીચું જોઈને તેણે (તેને) બહાર કાઢવાના અનેક ઉપાયે કર્યા. (પરંતુ) તે બહાર નીકળ્યું નહિ. એ ઉપરથી દેવતાને પ્રભાવ વિચારી અને (બહાર) આવી તેણે તે સ્વરૂપ રાજાને જણાવ્યું. આજે પણ તે ખરેખર ત્યાં જ છે. આજે પણ સંભળાય છે કે વહાણ અટકી જતાં કોઈક વૃદ્ધ માછીને તેનું કારણ શોધતાં તે સેનાના રથની યુગકાલિકા મળી. તેને સોનાની જેઈને તે લેભીએ વિચાર્યું કે ક્રમે કરીને આ આખા રથને લઈ હું ઋદ્ધિશાળી થાઉં. તે ઉપરથી તેણે રાત્રે ઉંઘ આવી નહિ, કેઈક અદષ્ટ પુરુષે કહ્યું કે આને ત્યાં જ મૂકીને સુખે રહે; નહિ તે હું તેને જલ્દી મારી નાંખીશ. ભયભીત બનેલા તેણે યુગકીલિકા ઇત્યાદિ ત્યાં મૂકી દીધાં. દેવતા વડે અધિષ્ઠિત પદાર્થોને વિષે શું સંભવતું નથી ? આ કાળમાં પણ સંભળાય છે કે પત્થર જેવા (મજબૂત)
હાથવાળે કોઈ મ્લેચ્છ શ્રી પાર્શ્વનાથની મૂર્તિ ભાંગવા તૈયાર થતાં ૩છે તેને હાથ ખંભિત થશે. મોટી પૂજાવિધિ કરી ત્યારે તે સાજો થયો.
૧ ઘૂસરીની ખીલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org