________________
બજ 1
ચતુર્વિશતિપ્રબળે ઉધારવી). વર્ષની આખરે અમને લેખક બતાવજે. આભડે વર્ષની આખરે રાજાને લેખ્યક બતાવ્યું. એક કાટિ (દેવું) આવ્યું. જેવો તે અપાવવા જતા હતા તેવામાં આભડે વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! રાજાઓને કેશ બે જાતને છે: (૧) સ્થાવર અને (૨) જંગમ. તેમાં સ્થાવર (કાશ) સુવર્ણ વગેરેને ભંડાર છે, (અ) જંગમ (કાશ) વણિકજન છે. વણિકાનું ધન પણ સ્વામીનું જધન છે. રાજાએ કહ્યું કે એમ બેલ નહિ; (કેમકે) લેભારૂપ પિશાચ મને છળશે. તે જ વખતે તેટલું (ધન) મંગાવી તેણે (તેને) અપાવ્યું. રાજાને સંતોષ થયો.
એ પ્રમાણે વખત જતાં રાજા કુમારપાલ અને શ્રી હેમ(સૂરિ) વૃદ્ધ થયા. શ્રી હેમસૂરિના ગચ્છમાં વિરોધ હતા. રામચન્દ્ર, ૧૦ ગુણચન્દ્ર વગેરેને સમુદાય એક તરફ હતો અને એક તરફ બાલચન્દ્ર હતું. તે બાલચન્દ્રને રાજાના ભત્રીજા અજયપાલ સાથે દસ્તી હતી. એકદા પ્રસંગવશાત રાજા, ગુરુ અને આભડે રાત્રે મસલત કરવા માંડી. રાજાએ પૂછયું કે હું પુત્ર વિનાનો હેઈ કેને મારા પદ ઉપર સ્થાપું? ગુરુએ કહ્યું કે ધર્મની સ્થિરતા માટે તારા ૧૫ દૌહિત્ર પ્રતાપમલને રાજા બનાવ. અજયપાલથી તે તે સ્થાપન કરેલા ધર્મને નાશ થનાર છે. એવામાં આભડે કહ્યું કે હે ભગવન ! જે તે પણ પોતીકે જ ઉપકારી છે. ફરીથી શ્રીહેમે કહ્યું કે અજયપાલને રાજા ન બનાવતો. એ પ્રમાણેને ગુપ્ત વિચાર બાલચન્દ્ર સાંભળે અને તેણે (તે) અજયપાલને કહ્યો. હેમ(ચન્દ્ર)ના ગચ્છમાંના ૨૦ રામચન્દ્ર વગેરે ઉપર તેને દ્વેષ હતું, પરંતુ આભડ ઉપર સ્નેહ હતો. શ્રીહેમસૂરિ સ્વર્ગ ગયા. ત્યાર બાદ બત્રીસ દિવસે અજ્યપાલે આપેલા ઝેર વડે કુમારપાલ મરણ પામ્યા. અજયપાલને રાજ્ય ઉપર બેસાડવામાં આવ્યો. શ્રી હેમ(સૂરિ) તરફ દ્વેષ હેવાથી (તેમના ) રામચન્દ્ર વગેરે શિષ્યોને તપાવેલા લેઢાની ખુરશી ઉપર બેસાડવારૂપ પીડા ૨૫ કરાવી તેણે મારી નંખાવ્યા. તેણે ઘણું રાજવિહાર પાડી નંખાવ્યા. લઘુ ક્ષુલ્લકેને દરરોજ સવારે બોલાવી તે શિકારનો અભ્યાસ કરાવતો. પૂર્વે આ ચૈત્યપરિપાટી કરતા એવી તે મશ્કરી કરતો. બાલચન્દ્ર પણ પિતાના ગોત્રની હત્યા કરાવનાર છે એમ કહી બ્રાહ્મણએ તેના રાજાના મનથી ઉતારી પાડ્યો. લજજા પામી તે “માલ” જઈ મરી ૩૦ ગયો; કેમકે પાપ સત્વર પાકે છે. પ્રાસાદ પાડેલા જોઇને શ્રાવક લેકને ૧ ચપડે.
- ૨ ખજાને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org