________________
(૧૭) શ્રીવિક્રમાદિત્યને પ્રબન્ધ વિક્રમાદિત્યના પુત્ર વિકમસેન રાજાને પુરોહિતે આશીર્વાદ આપે કે તું (તારા) પિતા વિક્રમાદિત્યથી અધિક થજે. તે વેળા દેવતાથી અધિષ્ઠિત અને સિંહાસનને વિષે રહેલી લાકડાની ચાર પ પૂતળીઓ હતી. ત્યારે વિકમસેને પૂતળીઓને પૂછવું કે તમે કેમ હસે છે ? તેમણે કહ્યું કે તેની સાથે (તારી) સમાનતા પણ ઘટતી નથી, તે પછી) નામની અધિકતા ક્યાંથી? પહેલીએ કહ્યું કે “અવન્તી માં વિકમ રાજા અપૂર્વ અને સાચી વાર્તા કહેનારાને ૫૦૦ દીનારો આપતે. એ સાંભળીને ખ૫૨ ચોરે ૫૦૦ દીનારોની યાચના કરી અને એક વાત કહીઃ ૧૦
“ગંધવત ” સ્મશાનની નજીક પાતાલકૃપમાં દેવી હરસિદ્ધિઓ મેકલેલા દીવાને મેં પડત જે. (અને મેં પણ તેની પાછળ ઝંપલાવ્યું. ત્યાં પાતાળમાં દિવ્ય મહેલ દેખાય. ત્યાં એક તેલનું કડાયું ઉકળતું નજરે પડ્યું. તેની પાસે એક પુરુષ જોવામાં આવ્યો. મેં તેને પૂછયું કે તું અહીં શા માટે (ભા) છે? તેણે કહ્યું કે આ મહેલમાં શાપ વડે ૧૫ ભ્રષ્ટ થયેલી દિવ્ય કન્યા (વસે) છે. તે કહે છે કે જે તેલના કડાયામાં ઝંપલાવે તે મારો સે વર્ષ સુધી પતિ થાય. એ ઉપરથી હું એમાં પડવા માટે અહીં ઊભો છું. પરંતુ (એ) સાહસ (કરવાની હિંમત) નથી. એ પ્રમાણેની વાર્તા દ્વારા તેણે પ૦૦ દીનારો મેળવી. તે ખપરની સાથે રાજા પણ તે વિવર દ્વારા ત્યાં ગયા. તેણે તેલના કડાયામાં ઝંપલાવ્યું. ૨૦ કન્યાએ તેને અમૃત વડે જીવાડવો. જેવી તે રાજાને પસંદ કરે છે તેવું જ રાજાએ કહ્યું કે આ મારી) આગળ ઉભેલા પુરુષને તું પસંદ કર. તેણે તેને પસંદ કર્યો. આ પ્રમાણે જે પરોપકારી છે તેનાથી અધિક એ કેમ હોય?
બીજીએ કહ્યું કે “ કાસી થી બે બ્રાહ્મણે આવ્યા. વિકમાર્કે રાજાનું સ્વરૂપ પૂછ્યું. તેમણે કહ્યું કે અમારા દેશમાં પાતાલમાં વિવર છે. તેમાં આંધળે રાક્ષસ (રહે) છે. અમારા દેશને નાથ તેલના કડાયામાં ઝંપલાવી પિતાના માંસ વડે રાક્ષસને પારણું કરાવે છે અને રાક્ષસ પણ તેને ફરીથી જીવતો કરે છે. વળી સાત ઓરડાઓ તે એનાથી ભરી દે છે. તે (રાજા) રોજ સવારે સાતે ઓરડાઓ દાન દઈને ખાલી ૩૦ કરે છે. એ સાંભળીને વિક્રમ પણ ત્યાં ગયો. કડાયામાં ઝંપલાવી રાક્ષસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org