________________
૧૩૮
શ્રીરાજશેખરસૂરિકૃત [૧૬ વચૂએક દહાડે કામરૂપ રાજાને સાધવા માટે રાજાએ તેને મેકલ્ય અને તે ગયે. યુદ્ધમાં પ્રહારો વડે જર્જરિત બનેલે એવો તે તેને હરાવીને પિતાને સ્થાને ગયે. રાજાએ વૈદ્યો બોલાવ્યા ઘા ઉપર ત્રણ હેવાથી રોગ વધતો ગયો એટલે તેમણે કહ્યું કે હે દેવ ! કાગડાનું માંસ ખવડાવવા)થી આ સાર થશે. તેને જિનદાસ શ્રાવક સાથે પહેલેથી જ મિત્રતા હતી. તેથી તેને (બેલાવી) લાવવા માટે રાજાએ એક પુરુષને મોકલ્યો કે જેથી તેના વચનથી તે કાગડાનું માંસ ખાય. તે વખતે બેલાવાયેલા જિનદાસ "અવંતી” આવતા હતા તેવામાં તેણે બે દિવ્ય અને સુંદર દાંતવાળી સુંદરીઓને રડતી જોઈ. (તે ઉપરથી) તેણે પૂછયું કે તમે કેમ રડે છે? તેમણે કહ્યું કે અમારા સ્વામીનું “સૌધર્મ થી ચ્યવન થયું છે. એથી અમે રાજપુત્ર વંકચૂલની પ્રાર્થના કરીએ છીએ, પરંતુ તું જતાં તે માંસ ખાશે, એથી એ દુર્ગતિમાં જશે; તેથી અમે રુદન કરીએ છીએ. તેણે કહ્યું કે હું એવું કરીશ કે જેથી એ (માંસ) ન ખાય. તે
ગયો અને તેણે રાજાના ઉપધથી વંકચૂલને કહ્યું કે કાગડાનું માંસ તું ૧૫ ગ્રહણ કર; સારો થયા બાદ તે પ્રાર્યાશ્ચત કરજે. વિચૂલે કહ્યું કે તું જાણે
છે કે અકાર્ય કરીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઈએ તે પછી પહેલેથી જ તે ન કરવું એ સારું છે. કાદવને ઘેરવા કરતાં દૂરથી (પણ એને) સ્પર્શ ન કરવો એ વાક્ય વડે તેણે રાજાને નિષેધ કર્યો. વ્રતના સમૂહને વિશેષ સ્વીકાર કરી તે “અમ્યુત' કલ્પમાં ગયો. (પાછા) વળતા જિનદાસે તે બે દેવીઓને તે જ પ્રમાણે રુદન કરતી જોઇને કહ્યું કે તમે કેમ રડે છે ? તેને તે મેં માંસ ખવડાવ્યું નથી. તેમણે કહ્યું કે અધિક આરાધના કરવાથી તે “અય્યત” (કલ્પ) પામે. તેથી તે અમારે સ્વામી ન થયું. આ પ્રમાણે જેન ધર્મના પ્રભાવને દીર્ઘ કાળ પર્યત
વિચાર કરી જિનદાસ પિતાને ઘેર ગયો. આ “ઢિપુરી” તીર્થનું ર૫ નિર્માણ કરાવનારે વધૂલ છે.
૨૦
રતિ વર્ષ
થી I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org