________________
વિશ્વ ]
ચતુર્વિશતિપ્રબન્ધ (સ્થિર) રહી ગયું. લાખ મનુષ્યો વડે (ખેચાતાં) પણ (તે) સ્થાનથી તે ચળ્યું નહિ. તેથી પાછા ફરીને તેણે ત્યાં જ) દરવાજાની અને પ્રાસાદની રચના કરી. તે આજે પણ તે જ પ્રમાણે ત્યાં જ છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા પૂર્ણ કરીને રત્ન સંઘ સહિત રૈવત’થી પાછા ફરી “શત્રુંજય” ઉપર ષભને વંદન કરી અને બીજા પણ તીર્થોને નમન કરી “વહુલ્લપત્તનમાં દાખલ થયો. રાજા પિતે સામે આવ્યો. ઘેર ઘેર મંગલે, સાધર્મિક વાત્સલ્યો અને ઋદ્ધિની વૃદ્ધિ થયાં. તેણે ચન્દ્ર અને સૂર્ય પર્યત રહેનારી કીર્તિ મેળવી. આ રને સ્થાપેલું નેમિનું બિંબ છે કે જેને હાલ વંદન કરાય છે. તેની તે આ પ્રમાણે (કોઈ) પ્રાચીન કવિએ સ્તુતિ કરી છે. જેને ખાણમાંથી ખેદી કાઢ્યું નથી, જેને સૂત્રથી ભર્યું નથી, જેને ટાંકણાથી ટાંક્યું નથી, જેનું દ્યોતનકે વડે દ્યોતન કરાયું નથી, જેને ઉપાડનારાઓએ ઉપાડ્યું નથી અને જેને સિદ્ધમંત્રો વડે મંત્રિત કરવામાં આવ્યું નથી તે અનાદિ, અવ્યક્ત દેહવાળા, અભેદ્ય, પ્રકાંતિમય, અનંત બલવાળા, સુસિદ્ધ અને ભવ્યને સંસારસમુદ્ર તરી જવામાં નૌકાસમાન નેમિનાથ કૃપાથી પ્રકટ થયા (છે).
૧૦.
ત્તિ સત્તાવાબાપ રર .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org