________________
૧૭૦
૧૦
૧૫
શ્રીરાજશેખરસૂરિકૃત [ રત્નાવલકરવું જ. તે વેળા હું વૈમાનિક દેવ નામે શંકર ત્યાં ગુરુ પાસે બેઠેલો હતો. એની એ પ્રતિજ્ઞા મારાથી સહન થઈ શકી નહિ. તેથી અહીં આવીને મેં મહાસત્ત્વવાળા રત્નને હેરાન કર્યો. એની પત્ની ધન્ય છે, પુત્ર પુણ્યશાળી છે તેમજ સંઘના ભક્ત અને એને મદદ કરનારા એવા તમે (પણ) પ્રશંસાપાત્ર છે. જે હું સાચું યુદ્ધ કરું તો તમારાથી છતાઉં નહિ, પરંતુ શુદ્ધ અને મેં કેવળ ક્રીડા તરીકે આ કર્યું છે. રત્નોની વૃષ્ટિ કરી રત્નને આલિંગન દઈ અને તેને સંઘમાં મૂકી તે તરત જ સ્વર્ગમાં ગયે. અંબા વગેરે પર્વત ગયાં. સંઘ કરૈવતક ઉપર ચઢવો. તેણે નેમિને વંદન કર્યું. લેપ્ય મૂર્તિવાળા નેમિ ઉપર જળ વડે એવું સ્નાત્ર કરવામાં આવ્યું કે જેથી એ બિબ બે ઘડીમાં ગળીને માટીરૂપ બની ભૂમિ સાથે મળી ગયું. બધાને અને (તેમાં) રત્નને તે વિશેષ ખેદ થશે. વળી તેણે ચિંતવ્યું કે આશાતના કરનારા એવા મને ધિક્કાર છે કે જેથી હું આ પ્રમાણે તીર્થનો નાશ કરવારૂપ પાપને પાત્ર થયો. હવે જ્યારે તીર્થ ફરીથી સ્થપાય ત્યારે (મારે) ખાવું. એમ કહીને બે બંધુને સંઘના રક્ષણ માટે મૂકીને અંબાનું ધ્યાન ધરી તેણે તપશ્ચર્યા (શરૂ) કરી. સાઠ ઉપવાસને અંતે અંબા પ્રત્યક્ષ થઈને તેને રાતના “કાંચનબલ” નામના અને ઇન્દ્ર બનાવેલા તીર્થમાં લઈ ગઈ. ત્યાં તેણે મેટાં ૭૨ જિનબિંબ જોયાં. તેમાં ૧૮ સેનાનાં, ૧૮ રત્નોનાં, ૧૮ રૂપાનાં અને ૧૮ પત્થરનાં એમ ૭ર હતાં. ત્યાં એક રત્નના બિંબને વિષે રત્ન જાણે પિતાના નામની સમાનતાને લીધે હોય તેમ તુષ્ટ થયા અને તેને વળગ્યો. હે સ્વામિની ! આ મને આપ જેથી તે સ્થાનમાં (એ) હું સ્થાપે. એમ તેણે અંબાને કહ્યું. અંબાએ પણ કહ્યું કે હે વત્સ ! આ મોટું તીર્થ છે. ધીરે ધીરે કલિ (કાળ) આવશે. તેમાં લોક સત્ત્વહીન, દ્રવ્યના લેબી, પાપ કરનારા અને સર્વ ધર્મથી વિમુખ થશે. તેમની આગળ રત્નનું બિંબ છૂટશે નહિ. (અને તેમ થતાં) મોટી આશાતના થશે, તેથી આ પત્થરનું (બિંબ) તું લે. રત્ને તે પ્રમાણે (કરવાનું) સ્વીકાર્યું અને કહ્યું કે હે માતા ! આ મેટા (બિબ)ને હું કેવી રીતે લઈ જાઉં? દેવી બોલી કે આ કાચા સૂતરના તાંતણથી એને વીંટ. અહીંથી ચાલતાં જ્યાં તું પાછળ જશે ત્યાં જ તે રહેશે. એ પ્રમાણેની અંબિકાની વાણીથી ચાલતો રત્ન બિંબ લઈને કેટલીક ભૂમિ જેટલું આગળ ગયે એટલે અચંબો પામી તેણે પાછું જોયું કે અંબા આવે છે કે નહિ. (આથી પેલું) બિંબ ત્યાં જ ઉદુંબર ઉપર
૨.
૨૫
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org