________________
૧૪ર
શ્રીરાજશેખરસૂરિકૃત [૧૭ વિસરિણફરીથી વિવાદ થયો. તે ચારમાં એ કેની પત્ની થાય ? રાજાએ કહ્યું કે હું નહિ બેલું, તું જ બેલ. તેણે કહ્યું કે જે ચિતાની સાથે ઊડ્યો તે ભાઇ થયા. જે હાડકાં લઈ ગયો તે પુત્ર થયો. ઉત્પન્ન કરવાના
કારણથી જેણે જીવાડી તે પિતા થયો. જેણે રાખની રક્ષા કરી તે પાલક ૫ થવાથી પતિ થયો.
રાજાએ પાનની પેટીને બીજી વાત પૂછી. તેતાલ વડે અધિષિત હોવાથી તેણે પણ કહ્યું કે કોઈક સ્થળે વિધવા બ્રાહ્મણી હતી. તેને જારથી પુત્રી થઈ. રાત્રે તેને બહાર ત્યાગ કરવા તે ગઈ. આ તરફ ત્યાં
કોઈ શુળીએ ચઢાવેલો જીવતા હતા તેના પગ સાથે એ અથડાઇ. તેણે કહ્યું ૧૦. કે કયો પાપી દુઃખીને પણ દુઃખ આપે છે ? તેણે કહ્યું કે શું દુઃખ છે?
તેણે પણ કહ્યું કે શરીરની પીડા વગેરે વિશેષમાં નિષ્ણુત્રત્વ કર્યું. શીએ ચઢેલા પુરુષે ફરીથી કહ્યું કે તું પણ કહે કે તું કોણ છે ? તેણે પિતાનું ચરિત્ર કહ્યું. તે સાંભળીને તેણે કહ્યું કે પહેલાં હરણ કરેલું, ભૂમિમાં દાટેલું અને અહીં રહેલું એવું મારું ધન તું ગ્રહણ કરી મારી સાથે (તારી) પુત્રીને પરણાવ. બ્રાહ્મણીએ કહ્યું કે તું હમણ મરી જશે. છોકરી નાની છે. (તે) ક્યાંથી પુત્રની ઉત્પત્તિ થશે ? તેણે કહ્યું કે ઋતુકાળમાં કોઈને પણ દ્રવ્ય આપીને પુત્ર ઉત્પન્ન કરાવજે. તેણે બધું તેમજ કર્યું. પુત્ર ઉત્પન્ન થતાં જ તેને રાજદ્વાર આગળ ફેંકવામાં આવ્યો. રાજાએ (તે) કોઈને આપે. વખત જતાં છોકરા વગરના રાજાના રાજ્ય ઉપર એને જ બેસાડવામાં આવ્યો. શ્રાદ્ધને દિવસે ગંગા'માં પિંડનું દાન કરવા તે ગયો. જળમાંથી ત્રણ હાથ નીકળ્યા. તે રાજા અચંબો પામ્યો. કેના હાથને દાન દઉં ? તે હે રાજા ! કહે, કોને પિંડ આપ જોઈએ ? રાજાએ કહ્યું કે
ચેરના હાથને. - રાજાએ સુવર્ણપાલકને કહ્યું (એટલે) તેણે પણ કથા કહી કે એક ૨૫ ગામમાં કોઈ કુલપુત્ર (વસતા) હતા, તેને અન્ય ગામમાં પરણાવેલ હતો, પરંતુ
તેની પત્ની સસરાને ઘેર આવતી ન હતી. તેને સ્વજને નિર્ગુણ (એમ કહી) હસતા એક દહાડે બધા માણસેથી પ્રેરાયેલા તે મિત્ર સાથે ત્યાં ગયે. રસ્તામાં તેણે યક્ષને મસ્તક નમાવ્યું. તેના પ્રભાવથી પેલી (સ્ત્રી) આદરવાળી થઈ અહીં આવવા પ્રવૃત્ત થઈ. યક્ષભવન સમીપ આવતાં તે એકલે યક્ષને નમવા ગયો. યક્ષે સ્ત્રીના લેભથી તેનું મસ્તક છેદી નાંખ્યું. બહુ વાર થઈ એટલે મિત્ર આવ્યો. તે અવસ્થા પામેલા ધનિકને તેણે જોયો. તેણે વિચાર્યું કે લેકે
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org