________________
૫] - ચતુર્વિશતિપ્રબન્ય ધ્રુજવા લાગ્યો. રાજાએ કહ્યું કે બીવાની જરૂર નથી. હું તારા જેવો થનાર નથી. હું દયાળુ છું. તું સુખે છવ, ચર અને પાણી પી. તેથી એ તેની બરાબર કેમ થવાને ?
ચોથીએ કહ્યું કે એક દિવસ વિક્રમાકે ઉત્તમ મહેલ કરાવ્યો. રાજા (ત) જેવાને ત્યાં ગયા. ત્યાં ચકલાંનું જોડું બેઠેલું હતું. ચકલાએ ૫ કહ્યું કે (આ) મહેલ સુંદર છે. ચકલીએ કહ્યું કે સ્ત્રીરોન્યમાં લીલા દેવીનું જેવું બહારનું ઘર છે. તે આ છે. રાજાએ તે સાંભળ્યું. ત્યાં જવાની (તેને) ઉત્કંઠા થઈ, પરંતુ (તે) સ્થાન તો તે જાણતો હતો નહિ તેથી તે ચિંતાતુર થયે. કેવળ ભટ્ટ રાજાને આશય જાણીને તે સ્થાન જાણવા માટે ચાલ્યો. માર્ગમાં “લવણ” સમુદ્ર અને ત્યાર પછી ધૂલી” સમુદ્ર ઉતરીને ૧૦ ત્યાંના મદનમંદિરમાં તે રહ્યો. મધ્ય રાત્રિએ ઘેડાના ખારાના અવાજથી સુચિત તેમજ દિવ્ય ભૂષણોથી અલંકૃત દિવ્ય સ્ત્રીઓનું એક કેળું આવ્યું. તેમની સ્વામિનીએ મદનની પૂજા કરી, તેઓ પાછી વળતી હતી તેવામાં જોડાના પૂછો વળગીને તે ત્યાં ગયો. દાસીઓની નજરે પડતાં તેઓ તેને સ્વામિની પાસે લઈ ગયા. તેણે સ્નાનાદિ કરાવ્યું. રાત્રે ૧૫ તે ઘરમાં જ રહ્યો. સુતાં પેલીએ કહ્યું કે મને વિક્રમાદિત્ય પતિ હોજ અથવા તે જે ચાર શબ્દો વડે જગાડે છે. એમ કહીને તે સુઈ ગઈ. તેણે વિચાર્યું કે શું ચાર શબ્દોથી પણ નાહ જાગે ? (ભાવ) તે હું જ એને જગાડું. તેણે ચાર શબ્દો કર્યા. જયારે તે ન જાગી ત્યારે તેણે તેના) પગના અંગુઠે દેખ્યો. તેણે લાત મારી તો જ્યાં વિક્રમાદિત્ય સુતે હતો ત્યાં જઈને) તે પડ્યો. રાજાએ પૂછયું કે આ શું? તેણે સઘળે વૃત્તાન્ત કલ્યો. તે ઉપરથી અગ્નિ નામના વેતાલ ઉપર આરૂઢ થઈ રાજા
ત્યાં ગયે. વેતાલ સંતાઈ ગયો. રાજાને દાસીઓ ત્યાં લઈ ગઈ. તેણે (એની) ભક્તિ કરી. તેનું રૂપ જોઈને તે રાગી બની; પરંતુ સુતાં તેણે પ્રતિજ્ઞા કરી. અને તે જ પ્રમાણે કહ્યું. રાજાએ દીવામાં રહેલા વેતાલને ર૫ કહ્યું કે હે પ્રદીપ ! કઈક કથા કહે. તેણે કહેવા માંડી કે બ્રાહ્મણ હતું. તેને એક પુત્રી હતી. તે જુદા જુદા ગામમાં ચાર વરને આપેલી હતી. ત્યારે આવ્યા. (એથી) વિવાદ થયો. તેણે મોટું અનર્થ જોઈને કાછભક્ષણ કર્યું. સ્નેહથી એક વરે પણ ચિંતામાં ઝંપલાવ્યું. એક હાડકાં લઈને ગંગા’ ગયો. એક ત્યાં ઝુંપડી બનાવીને રાખનું રક્ષણ કરવા ત્યાં જ) ૩૦ રહ્યો. એક દેશાંતર ગયે. ભમતાં (ભમતાં) તે “સંછવિની વિદ્યા શીખે. ફરીથી તે ત્યાં આવ્યો. બીજા પણ આવ્યા. પેલીને છવાડવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org