________________
શ્રીરાજશેખરસૂરિકૃત
' થgr૪
૧ ૦
ભીમનું અનુકરણ કરતા વિરધવલે યુદ્ધ માંડ્યું. પેલા બે વરે પણ સેના સહિત આવ્યા. યુદ્ધ મચ્યું. બંને પક્ષના હજારે યોદ્ધાઓ પડ્યા. ધૂળથી આકાશ છવાઈ ગયું. પોતાનો અને પારકે વિભાગ નાશ પામ્યો વિરધવલ મરાયો એમ બંને સેનાઓમાં કહેવામાં આવ્યું. પરંતુ) અડધી ક્ષણમાં (જ) દિવ્ય ઘડે ચઢી ઉત્તમ સુભટ સહિત વિરધવલસાંગણ અને ચામુંડરાજના મુકામે જઈ પહોંચ્યો અને બોલ્યો કે હું સોરઠીઆએ ! જો બળ હોય તે તમે હાથમાં શસ્ત્ર લે. એ પ્રમાણે કહીને તેણે એવું પરાક્રમ કર્યું કે જે જોઈને સ્વર્ગમાં દેવોએ માથું ધૂણાવ્યું. સાંગણ અને ચામુંડરાજ હણુયા. તરવારના મુખથી રણભૂમિની શુદ્ધિ કરી પાળવાયેગ્ય એવા પિતાના તેમજ પારકા (જ)નું તેણે રક્ષણ કર્યું. વીધવલ “વામનસ્થલી'માં પેઠે. સાળાઓના સંકડો પૂર્વજોએ એકઠું કરેલું, તેમનું કરોડ જેટલું સોનું, ૧૪૦૦ દિવ્ય ઘડાઓ અને ૫૦૦૦ તેજસ્વી ઘેડાઓ તેમજ મોતી વગેરે બીજું પણ તેણે લીધું. છત થઈ, છત થઈ
એવી ઉદ્દષણ ઉછળી. તે ત્યાં એક મહિનો રહ્યો. પછી વાજામા, ૧૫ નગજેન્દ્ર ચૂડાસમ, વાલાક વગેરે રાજાઓની પાસેથી તેણે ધન ગ્રહણ
કર્યું. તે પ્રત્યેક દ્વીપ, બેટ અને પત્તનમાં ફર્યો. તેને પુષ્કળ પસે મળે. એ પ્રમાણે સૌરાષ્ટ્ર જીતીને રાણા પ્રધાન સાથે ધોળકા'માં દાખલ થયા. ઉપરાઉપરી ઉત્સવો પ્રવર્યા. તે પ્રસંગે એક ચારણ દધકનાં બે ચરણે બેઃ “છતઉં છહિ જર્ણહિં સાંભલિ સમહરિ વાજિયઈ”. તે એટલું જ ફરી ફરીને બે, પરંતુ ઉત્તરાર્ધ ન બોલ્યા. (પછી) તે ચારણ પિતાને ઠેકાણે ગયે. (ત્યાર બાદ) ત્યાંના પ્રત્યેક રાજવશીએ છે જને(નાં નામ)માં પિતાનું નામ દાખલ કરાવવા તેને લાંચ આપી. તેણે પણ તે લીધી. એમ ખૂબ વાર લીધા પછી એક દહાડે સવારે સભા બહુ જનોથી ભરપૂર બનતાં રાજા આગળ તે ઉત્તરાર્ધ પણ બેઃ “ બિહું ભુજિ વીર તણેહિં ચહું પગિ ઊપરવટ તણે”. એ સાંભળી બધા ક્ષત્રિયોને ચમત્કાર લાગે કે અહે, પ્રપંચ વડે એણે આપણને છેતરીને છેવટે તત્ત્વ જ કહ્યું. સ્વામીના પ્રત્યેના ભક્તપણાને લીધે તેમણે તેને ફરીથી વિશેષ આપ્યું. તે વેળા ભદ્રેશ્વરને તીરે ભીમસિંહ નામનો પ્રતીહાર રહેતા હતા. તે બળવાળા હોઇ કેદની આજ્ઞા માનતો ન હતે. વળી તે પૈસાદાર હતા. વિરધવલ રાજાએ તેને આજ્ઞા કરી કે તું સેવક થા. તેણે સામું કહ્યાવ્યું કે તું સેવક થા, જે દેવાય તે
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org