________________
૧૦
us ] ચતુર્વિશતિપ્રબન્ય
૧૮૩ મળે એ ન્યાય છે. વિરધવલે તેની સાથે યુદ્ધ કરવા) માટે ગૂર્જર ભૂમિના રાજપુત્રોને તેમજ મેટા લશ્કરને એકત્રિત કર્યા. ભીમસિંહ પણ સૈન્ય વડે પરાક્રમી હતો. બંને પક્ષમાં જોર હતું.
એ સમયમાં જાવાલિપુરમાં “ચાહમાન કુળને વિષે તિલક (સમાન) અને શ્રીઅવરાજની શાખાને, કેતુના પુત્ર સમરસિંહને પુત્ર શ્રીઉદયસિંહ ૫ નામે રાજા રાજ્ય ભોગવતા હતા. તેને ત્રણ પિત્રાઈઓ હતા જેઓ સગા ભાઈ થતા હતા, અને જેમનાં સામતપાલ, અનંતપાલ અને
વિકસિંહ એવાં નામ હતાં. દાતાર અને શરા હેઈ તેણે આપેલા ગ્રાસથી અતૃપ્ત હાઈ ધોળકે આવી તેમણે દ્વારપાળ દ્વારા શ્રી વીરધવલને કહાવ્યું કે હે દેવ ! અમે ત્રણ અમુક વંશના ક્ષત્રિય અને સેવાના અર્થી મનુષ્યો હેઈ આવ્યા છીએ. જે હુકમ હોય તે અમે આવીએ. રાણાએ તેમને બેલાવ્યા. તેઓ તેજ, આકૃતિ, શ્રમ વગેરેથી સુંદર હતા. તેઓ તેને ગમ્યા, પરંતુ તેણે પૂછ્યું કે અમારે કે ગ્રાસ તમને કલ્પ (તેમ) છે ? તેમણે કહ્યું કે હે દેવ ! પુષદીઠ લૂણસાપુરી' ના લાખ લાખનો ગ્રાસ. રાણાએ કહ્યું કે એટલા દ્રવ્યથી (ત) સંકડે સુભટે રાખી ૧૫ શકાય. તમે એથી શું અધિક કરશો ? એ હું આપીશ નહિ. એમ કહી બીડું અપાવી તેણે તેમને વિદાય કર્યા. તે વારે વસ્તુપાલ અને તેજઃપાલ પ્રધાન વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! એમને જવા ન દેશે; પુરુષના સંગ્રહ કરતાં ધનને વધારે ન ગણવું જોઈએ. હાથીમાં, ઘોડામાં, લોખંડમાં, લાકડામાં, પત્થરમાં, વસ્ત્રમાં, નારીમાં, પુરુષમાં અને જળમાં ઘણું ઘણું ૨૦ અંતર છે. એ પ્રમાણે વિનવ્યા છતાં રાણાએ લક્ષ્ય આપ્યું નહિ. રજા અપાતાં જ તેઓ પ્રતિપક્ષ પાસે ગયા. શ્રી ભીમસિંહના પ્રતિહારે તેમને (ભીમસિંહને) મેળાપ કરાવ્યો. વિરધવલે કરેલ કંજુસાઈને વ્યવહાર તેમણે કહ્યો. (એ સાંભળી) ભીમસિંહ પ્રસન્ન થયા. તેમને ઇષ્ટ વૃતિ કરતાં બમણે ગ્રાસ તેણે કરી આપે. તેમણે કહ્યું કે હે દેવ ! અમારા બળ ૨૫ ઉપર આધાર રાખીને વિરધવલને સત્વર કહેવડાવે કે જે તે ક્ષત્રિય હોય તે યુદ્ધ માટે જલદી આવજે; નહિ તે અમારા સેવક થઈને જીવજે. ભીમસિંહે ભાટને મોકલ્યો. વિરધવલ પાસે આવી તેણે તે કહ્યું. એ પ્રમાણે સાંભળીને વિરધવલ સેના સહિત ચાલ્યો. તેણે ભાટને આગળ મોકલ્યો. આપણું યુદ્ધ પંચગ્રામ' આગળ થશે, ૩૦
૧ ઉદયસિંહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org