________________
શ્રી રાજશેખરસૂરિકૃત [ શ્રીપાસ્ટિરિનગરમાં હું પણ પ્રવેશ પામીશ. પંડિતેઓ ગર્જના કરી. () બધા (પંડિત) અને રાજા પણ (સૂરિને લેવા) સામે ગયા અને ગંગાની લહરીન જેવી (સૂરિની) મનહર વાણીથી સંતોષ પામ્યા. નગરમાં આણેલા ગુએ નિર્વાણલિકા, પ્રશ્નપ્રકાશ ઈત્યાદિ શાસ્ત્રો રચ્યાં. તરંગલાલા નામની એક નવીન ચંપૂ (કથા) રાજા આગળ રચીને પ્રભુએ સભામાં તેની વ્યાખ્યા કરી. (આથી) રાજાને સંતોષ થયો અને તે બોલી ઊઠ્ય કે) આ (ખરેખર) કવીશ્વર છે. (પ્રત્યેક) પદ જાણે સરાણે ઉતારેલ હોય તેમ. ઉજજવળ પ્રભાવાળું છે, બંધ અર્ધનારી
શ્વરની પ્રશંસાનું લંઘન કરવામાં જાધિક જે છે, અર્થથી ગતિ સ્વર્ગમાં ૧૦ ઉભિન્ન થયેલી વેલ સમાન છે, તેમજ રસ સહેજ ચૂર્ણ કરેલ ચદ્ર
મંડળમાંથી ટપકતા અમૃત જે મનોહર છે; વાસ્તે આ (ખરા) કવિની કૃતિનું રહસ્ય છે, નહિ કે વાણીના ડિડિમને આડંબર છે. એ પ્રમાણે કવિઓ પણ તુષ્ટ થયા, પરંતુ એક વિદુષી વેશ્યા ગુણની
જાણકાર હોવા છતાં અને રાજસભામાં હાજર હોવા છતાં સૂરીશ્વરની ૧૫ પ્રશંસા કરતી ન હતી. તેથી રાજાએ કહ્યું કે અમે બધા તુષ્ટ થઈ
તમારી પ્રશંસા કરીએ છીએ; (પરંતુ ) ફક્ત આ જ એક ( વેશ્યા)
સ્તુતિ કરતી નથી. તે એવું કરો કે જેથી એ સ્તુતિ કરે. એ સાંભળાને સૂરિ વસતિ એ-ઉપાશ્રયે આવ્યા. રાત્રે ગચ્છની સંમતિ પૂર્વક પવન ઉપર વિજય મેળવવાના બળથી કપટમૃત્યુ વડે તેઓ મરણ પામ્યા-મરી ગયા હોય તેવો દેખાવ કર્યો. સરિની ઠાઠડી બાંધી. ચારે વર્ણ રુદન કરવા માંડયું. (પેલી) વેશ્યાના ઘરના દ્વાર આગળ ઠાઠડી લાવવામાં આવી. (એટલે) વેશ્યા પણ ત્યાં આવી અને રડતો રડતી કહેવા લાગી કે જેના મુખરૂપ નિર્ઝરમાંથી તરગલોલારૂપ નદી નીકળી તે પાદલિપ્તનું
હરણ કરનારા યમનું મસ્તક કેમ ન ફૂટી ગયું? (ત્યારે) પ્રભુ ફરીથી ૨૫ જીવતા થયા. વેશ્યાએ કહ્યું કે મારીને આત્માની પ્રશંસા કરાવી ? સૂરિએ
જવાબ આપે કે મરીને પણ પંચમ ગા જોઈએ એ શું સાંભળ્યું નથી કે ?
ત્યાર બાદ પ્રભુ “શત્રુંજય” (ગયા અને તે સ્થળ)માં બત્રીસ ઉપવાસરૂપ અનશન કરી ઈશાનેન્દ્રના સામાનિક (દેવ) તરીકે ઉત્પન્ન થયા.
fત શ્રીurઢવાદિષN: I
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org