________________
ચતુર્વિશતિબધ્ધ
ર૫
શ્રીપાધનાને લાવીને તેની દષ્ટિ સમક્ષ તું રસ બાંધશે તે તે બંધાશે; નહિ તે નહિ. નાગાર્જુને પૂછ્યું કે કેવી રીતે શ્રી પાર્શ્વનાથ આવે? વાસુકિએ તેમજ પાદલિતે કહ્યું કે (એને) ઉપાડીને આકાશમાર્ગે તું લઈ આવ. નાગાર્જુન “કાંતી'(પુરમાં) ગયો. ત્યાં ત્ય માટે તેણે પૂછપરછ કરી. ત્યાં ધનપતિ શ્રેણી ચૈત્યને ગેઠી હત. તેની આગળ નૈમિત્તિકે ( જોષીએ ) કહ્યું કે પાશ્વની રક્ષા કરજે; કેમકે એક ધૂર્ત તેને હરી જવાને ભમી રહ્યો છે. (એ ઉપરથી) તે ચાર પુત્ર સહિત દેવનું રક્ષણ કરવા લાગે. નાગાર્જુન ત્યાં ગયા. (પરંતુ) તેઓ રક્ષણ કરતા હતા; એથી હરણને એમ કરતાં પ્રસંગ મળ્યું નહિ. નાગાર્જુને તેમની જ સાથે પ્રીતિ શરૂ કરી. (તેથી) વિશ્વાસ પેદા થયો. ૧૦ આરાત્રિક અને મંગલદીપકના સમયે પિતાએ અને તેના પુત્રોએ પ્રણામ કરવા માટે નીચું મુખ કર્યું. તેવામાં (લાગ જોઈ ) પાર્થને ગ્રહણ કરી આકાશમાર્ગે નાગાર્જુન ગયો. સેડી' નામની નદીના તટ ઉપર શ્રીપાની દૃષ્ટિમાં રસ બંધાયે. (તે ઉપરથી) તે તીર્થ સ્તંભનકના નામથી અને તે નગર “સ્તંભનપુરના નામથી પ્રસિદ્ધ થયું. પછી શ્રી- ૧૫ પાદલિપ્તસૂરિ દક્ષિણ દિશાના શૃંગારરૂપ અને ગોદાવરી’ નદીના કલ્લોલથી ઉછળતા જલશીકથી જ્યાં વટેમાર્ગુના શ્રમનો ભાર દૂર થાય છે તે પ્રતિષ્ઠાન પુર(માં) ગયા. ત્યાંનો સાતવાહન રાજા વિદ્વાનોમાં, વરમાં, દાન દેવામાં નિપુણ (જ)માં તેમજ ભોગીઓમાં અગ્રણી હતા. તેની સભામાં વાત થઈ કે (કાલે) સવારે સમગ્ર ૨૦ વિદ્યારૂપ વનિતાનું વદન જેવા માટેના રત્નના આદર્શરૂપ પાદલિપ્તસૂરિ
આવે છે. એથી બધા વિદ્વાનોએ એકઠા મળી ઠરી ગયેલા ઘીથી ભરેલ કળું આપીને પિતાના એક પુરુષને આચાર્યની સંમુખ મોકલ્યો. આચાર્ય ઘીમાં એક સાય ખેતી અને તે પ્રમાણેનું તે (કોળું) પાછું
લાવ્યું. રાજાએ તે વૃત્તાંત જાણ્યો અને તેણે પંડિતને પૂછયું કે ૨૫ ઘીથી ભરેલું કોળું મોકલવામાં તમારે શો ઇરાદે હતો? તેમણે કહ્યું કે જેમ ઘીથી (આ) વાડકી ભરેલી છે તેમ આ નગર વિદ્વાનોથી પૂર્ણ છે; તેથી વિચારીને પ્રવેશ કરશે. આવો (અમારી) ઇરાદે હતું. રાજાએ કહ્યું કે ત્યારે આચાર્યની ચેષ્ટા પણ તમે જાણે. (તેઓ એમ સૂચવે છે કે) નિરંતર (ઘટ્ટ બાઝેલું) ઘી હોવા છતાં જેમ ૩૦ પિતાની તીણતાને લીધે સોય જેમ એમાં પડી તેમ વિદ્વાનોથી વ્યાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org