________________
શ્રી રાજશેખરસૂરિકૃત
[શ્રીપાસ્ટિાર
૧૫
બદલીને પ્રભુ બેઠા. શ્રાવકે ગયા એટલે ફરીથી ઓરડામાં જઈને ખેલવા માંડયું. તેવામાં કઈક વાદીઓ આવ્યા. તેમણે (આ પ્રદેશને ) નિર્જન જોઈ કુકદ્દફૂ એવો (મરઘા પડે) શબ્દ કર્યો. સૂરીશ્વરે પણ
માઉ એક બિલાડીના જેવો અવાજ કર્યો, અને ત્યાર પછી તેમણે દર્શન દીધું. વાદીઓ પ્રભુને પગે પડ્યા. અહીં તમારી પ્રત્યુપનપ્રતિભા ! બાલભારતી ! ચિરંજીવ (એમ કહી સંતોષ જાહેર કર્યો). ત્યાર બાદ તેમની સાથે પ્રભુએ વાતચિત શરૂ કરી. તેમનામાંથી એકે પૂછયું કે હે પાદલિપ્તક ! સમગ્ર મહીમંડળમાં ફરતાં તમે અગ્નિને ચંદનના રસના જે શીતળ કોઈ સ્થળે સાંભળ્યું કે જે હોય તે એ તમે સ્પષ્ટ કહે. પ્રભુએ ઉત્તર આપો કે અપકીર્તિના અભિગથી દુઃખી બનેલા અને શુદ્ધ હૃદયવાળા પુરુષને દુઃખવહન કરતી વેળા અગ્નિ ચંદનના રસના જે શીતળ લાગે છે. ( આ સાંભળીને) સંતોષ પામેલા વાદીઓએ તેમની સ્તુતિ કરી કે તમે સાક્ષાત બહસ્પતિ છો; બ્રાહ્મી ધન્ય છે કે જે તમારા વદનમાં વસે છે.
આ તરફ જે બ્રાહ્મણો સાથે પૂર્વે ખપટ સૂરિના ગચ્છના ઉપાધ્યાય મહેન્દ્રને સંભાષણ થયું હતું તે પૈકી કેટલાકને રજૂલમથી દીક્ષા આપવામાં આવી હતી. તેમના (કેટલાક) સ્વજને “પાટલીપુત્ર’ પતનમાં રહેતા હતા. તેઆ પૂર્વના વૈરથી જૈન સાધુઓને ઉપદ્રવ કરતા હતા. એ વાત પ્રભુ શ્રી પાદલિપ્ત સૂરિએ સાંભળી. (એટલે ) આકાશ (માર્ગ ) તેઓ જાતે ત્યાં ગયા અને તેમણે કહ્યું કે હું વીર અસ્તિત્વ ધરાવું છું ત્યાં સુધી કેણ જૈન લેકને ખરેખર પીડા કરી શકે ? જર્જરિત (ખોખરી) લાકડી પણ હાલાને ભાંગવાને તે સમર્થ છે જ. (આ સાંભળી ) ત્યાર બાદ તેઓ કાગડાની પેઠે નાસી ગયા. પ્રભુ ત્યાંથી) ફરીથી “ભૃગુપુર' ગયા. ત્યાં તેમણે આર્ય ખપટન સંપ્રદાય પાસેથી સમગ્ર કળાઓ ગ્રહણ કરી. “ઢેક” પર્વત ઉપર પ્રભુએ નાગાર્જુનને આકાશગમનવિદ્યા શીખવાડો અને તેને પરમ શ્રાવક બનાવ્યું. તેણે પાદલિપ્તક 'પુર નવું બનાવ્યું. તે તે દશાહના મંડપ, ઉગ્રસેનનાં ભવનો ઈત્યાદિ સ્થળમાં પ્રભુએ ગાતાજુએલેનાથી શરૂ થતું સ્તવન ગૂંચ્યું. તેમાં સુવર્ણસિદ્ધિ વિદ્યા ઉતારેલી છે એમ વૃદ્ધો કહે છે. નાગાર્જુને રસને પ્રારંભ કર્યો, પરંતુ અતિશય તકલીફ ઊઠાવવા છતાં કેમે કર્યો તે બંધાયે નહિ. તેથી તેણે વાસુકિ નાગની આરાધના કરી. (એટલે) તેણે તેમજ શ્રીપાદલિતે ઉપાય બતાવ્યો કે જે “કાંતી'પુરીથી
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org